Western Times News

Gujarati News

સિવિલ હોસ્પિટલમાં OPD માટે દર્દીઓની લાંબી કતાર

FILE

અમદાવાદ, એકતરફ સિનિયર ડોકટર્સએ પડતર માંગણીઓને લઈ આંદોલન શરૂ કર્યું છે બીજીતરફ પીજી નિટનું કાઉન્સિલિંગ પાછળ ઠેલતા રાજ્યભરના રેસિડેન્ટ તબીબો હડતાળ પર ઉતર્યા છે. ડોકટર્સએ ઈમરજન્સી સેવા સિવાયની તમામ સેવાઓ બંધ રાખતા સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની હલાકીના દ્રશ્યો સામે આવ્યા છે.

અમદાવાદ સહિત રાજ્યભરમાંથી સારવાર માટે આવતા દર્દીઓની લાંબી કતારો ઓપીડી વિભાગમાં જાેવા મળતા દર્દીઓ અટવાયા છે. રાજયના સિનિયર તબીબો પોતાની ૧૬ અલગ અલગ માંગણીઓના પગલે વર્ગ ૧ અને ૨ ના તબીબો આંદોલન પર છે. રાજ્યની છ સરકારી કોલેજ, ય્સ્ઈઇજી અને ય્સ્‌છના તબીબોની સરકાર સામે નારાજગી જાેવા મળી છે.

સેવા વિનિયમિત કરવી, તબીબોની એડહોક સેવા સળંગ ગણવી, તબીબોએ કોરોનાવોરિયર તરીકે સેવા કરી જેમાના ૩૦ તબીબો રિટાયર્ડ થયા જેમાં ૨ના મોત થયા પણ આ રિટાયર્ડ તબીબોને પેન્શન મળતું નથી. આવી અલગ અલગ માંગણીઓ સ્વીકારવામાં નહિ આવતા સિનિયર તબીબોએ આંદોલન શરુ કર્યું છે.

બીજી તરફ નીટનાં પોસ્ટ ગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓને સહાયક તરીકે કામગીરી ન સોપાતા ડોકટર્સમાં નારાજગી ફેલાઈ છે. જેને પગલે રાજ્યભરની મેડિકલ કોલેજના જુનિયર ડોકટર્સ હડતાળ પર છે. આ ડોકટર્સએ ઈમરજન્સી સેવા સિવાયની તમામ સેવાઓ બંધ રાખતા સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની મુશ્કેલીઓ સામે આવી છે.

બીજી તરફ નીટનાં પોસ્ટ ગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓને સહાયક તરીકે કામગીરી ન સોપાતા ડોકટર્સમાં નારાજગી ફેલાઈ છે. જેને પગલે રાજ્યભરની મેડિકલ કોલેજના જુનિયર ડોકટર્સ હડતાળ પર છે. આ ડોકટર્સએ ઈમરજન્સી સેવા સિવાયની તમામ સેવાઓ બંધ રાખતા સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની મુશ્કેલીઓ સામે આવી છે. સૌરાષ્ટ્રની સૌથી મોટી ગણાતી ગુરુ ગોવિંદસિંહ હોસ્પિટલનાં જુનિયર તબીબો અને પોતાની પડતર માંગણીઓને લઇને સરકાર દ્વારા કોઇ ઉકેલ ન લવાતા જામનગરમાં જુનિયર તબીબો ફરી હડતાલ પર ઉતર્યા છે .

સમગ્ર ગુજરાતની સાથે જામનગરમાં પણ જુનિયર તબીબો આજે હડતાલ ઉપર ઉતર્યા છે. દ્ગઈઈ્‌ અને પી.જી.ના પ્રશ્ને પડી રહેલ હાલાકીને લઇને ૧૫૦ થી ૨૦૦ જેટલા જુનિયર તબીબો આજે સવારથી હડતાળ પર ઉતર્યા છે. જુનિયર તબીબો ની હડતાલ ને લઈને સૌરાષ્ટ્રની સૌથી મોટી એવી ગુરુ ગોવિંદસિંહ હોસ્પિટલ માં રોજિંદી ઓપીડી અને ઓપરેશન થિયેટરમાં તબીબો કામગીરીથી અળગા રહ્યા છે માત્ર ઇમર્જન્સી સર્વિસ જ ચાલુ છે જેને લઇને દર્દીઓને પણ હાલાકી વેઠવી પડી રહી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.