Western Times News

Gujarati News

વિંઝોલ ૩પ MLD પ્લાન્ટના કોન્ટ્રાકટરને બચાવવા મનપાને રૂા.એક કરોડનો ચુનો લગાવતા અધિકારીઓ

પ્લાન્ટના કન્સલટન્ટની ભૂમિકા પણ શંકાના દાયરામાંઃ પમ્પ સેટ્‌સની શરત એમ- પ્રોક્યોરમાં ભુલી ગયા હોવાનો લુલો બચાવ

(દેવેન્દ્ર શાહ) અમદાવાદ, અમદાવાદ મહાનગર સેવા સદનમાં ભ્રષ્ટાચાર લગભગ કાયમી અને સર્વસ્વીકૃત બની ગયો છે. મ્યુનિ. કોર્પોરેશનનો પગાર લઈ રહેલા કેટલાક ભ્રષ્ટ અધિકારીઓ માત્ર કોન્ટ્રાકટરોને જ વફાદાર રહે છે તથા મ્યુનિ. તિજાેરીને આર્થિક નુકશાન કરતા પણ ખચકાતા નથી.

મ્યુનિ. સુઅરેજ ટ્રીટમેન્ટ વિભાગમાં એક આવા પ્રકારનો ભ્રષ્ટાચાર થયો છે જેમાં કોન્ટ્રાકટરના રૂપિયા બચાવવા માટે મનપાની તિજાેરી પર રૂા.એક કરોડનું ભારણ નાંખવામાં આવ્યુ છે. મ્યુનિ. એસટીપી વિભાગના અધિકારીઓ વિંઝોલ એમએલડી પ્લાન્ટનો ભ્રષ્ટાચાર છુપાવવા માટે ભારે મથામણ કરી રહયા છે. વિંઝોલ પ્લાન્ટના આ ભ્રષ્ટાચારની શરૂઆત ર૦૧૮થી થઈ છે પરંતુ સોમવારે મળેલી વોટર સપ્લાય કમીટી સમક્ષ વિભાગ દ્વારા કામની દરખાસ્ત રજુ થયા બાદ સમગ્ર કૌભાંડ બહાર આવ્યું છે.

મ્યુનિ. એસટીપી ખાતા દ્વારા વિંઝોલ વિસ્તારમાં ૭૦ એમ.એલ.ડી. ક્ષમતાના ટ્રીટમેન્ટ પ્લાન્ટની બાજુમાં ૩પ એમએલડીનો નવો પ્લાન્ટ બનાવવામાં આવ્યો હતો જયારે ૭૦ એમએલડી પ્લાન્ટને અપગ્રેડ કરવામાં આવ્યો છે મ્યુનિ. એસ.ટી.પી. વિભાગ દ્વારા ૭૦ એમએલડી અપગ્રેડ કરવા

તથા ૩પ એમએલડી પ્લાન્ટ નવો બનાવવાના કામ રાજકમલ બિલ્ડર્સને આપવામાં આવ્યા હતા. જયારે કન્સલટન્ટ તરીકે મે. સી.સી. પટેલની નિમણૂંક કરવામાં આવી હતી. મ્યુનિ. સુત્રોએ જણાવ્યા મુજબ બંને પ્લાન્ટના કામ ર૦૧૯માં પુર્ણ થતા તેના ઓપરેશન એન્ડ મેઈન્ટેન્સના કામ પણ રાજકમલ બિલ્ડર્સને આપવામાં આવ્યા છે.

રાજકમલને ૭૦ એમએલડી અપગ્રેડેશન પ્લાન્ટમાં પમ્પીંગ તથા પ્લાન્ટ ઓપરેટ કરવા માટે દસ વર્ષનો કોન્ટ્રાકટ આપવામાં આવ્યો છે જયારે ૩પ એમએલડીના નવા પ્લાન્ટમાં દસ વર્ષ માટે ઈપીસી (એન્જીનીયરીંગ, પ્રોકયરમેન્ટ તથા કન્સ્ટ્રકશન) અને કોમ્પ્રેહેન્સીવ કોન્ટ્રાકટ આપવામાં આવ્યો છે. જેમાં પ્લાન્ટ ઓપરેટ, પમ્પીંગ તથા મશીનરી સહીતની તમામ જવાબદારીનો સમાવેશ થાય છે. વિંઝોલ એસટીપી પ્લાન્ટમાં એેલિડિક વોટરની સમસ્યા રહે છે

જે બાબત મ્યુનિ. અધિકારીઓ, કોન્ટ્રાકટર અને કન્સલટન્ટ સારી રીતે જાણે છે. એલિડિક પાણીના કારણે પમ્પ સહીતની મશીનરીઓ ખરાબ થવાની શક્યતા વધુ રહે છે. આ તમામ બાબતોથી વાકેફ થયા બાદ જ રાજકમલ બિલ્ડર્સ દ્વારા કોન્ટ્રાકટ લેવામાં આવ્યો હતો. વિંઝોલ ૩પ એમએલડી પ્લાન્ટ ટ્રાયલ રન અને ઓપરેશન શરૂ થયા બાદ માત્ર ત્રણ વર્ષમાં જ ઈનબેટ ચેમ્બરના પમ્પ ખરાબ થઈ ગયા છે.

સામાન્ય રીતે ઈપીસી કોન્ટ્રાકટ આપવામાં આવ્યો હોય તેવા સંજાેગોમાં પમ્પ બદલવાની જવાબદારી કોન્ટ્રાકટરના શિરે રહે છે. આ કેસમાં પણ નવા પમ્પ નાંખવાની જવાબદારી રાજકમલ બિલ્ડર્સની છે. પરંતુ પમ્પ બદલવા માટે રૂા.એક કરોડ જેટલી માતબર રકમનો ખર્ચ હોવાથી અધિકારીઓ અને કન્સટન્ટ દ્વારા નવા કારણો જાહેર કરવામાં આવ્યા છે.

મ્યુનિ. એસટીપી ખાતાના અધિકારીઓએ જણાવ્યા મુજબ રાજકમલ બિલ્ડર્સના ઈપીસી ટેન્ડરમાં પમ્પ સેટ્‌સની આઈમ ટેકનીકલ એરર ના કારણે એન- પ્રોક્યોરમા અપલોડ કરવાની રહી ગઈ હતી પ્લાન્ટના કન્સલટન્ટ સી.સી. પટેલ દ્વારા આ પ્રકારનો અભિપ્રાય આપવામાં આવ્યો છે જેના કારણે નવા પમ્પ સેટ્‌સ માટે રૂા.એક કરોડનો ખર્ચ મ્યુનિ. કોર્પોરેશને કરવાનો રહેશે તેમ સુત્રોએ વધુમાં જણાવ્યું હતું.

વિંઝોલ ૩પ એમએલડી પ્લાન્ટના કેસમાં વિભાગ તરફથી આપવામાં આવેલા ખુલાસાના કારણે વિંઝોલનો પ્લાન્ટ સંભાળતા ડે. એન્જીનીયર તેમજ કન્સટન્ટ શંકાના દાયરામાં આવ્યા હોવાની પણ ચર્ચા ચાલી રહી છે. નિષ્ણાતોનું માનીએ તો એન. પ્રોકયોર પર માત્ર પમ્પ સેટ્‌સની આઈટમ જ અપલોડ ન થાય તે વાત ગળે ઉતરે તેમ નથી.

ટેન્ડર જાહેર થયા બાદ પ્લાન્ટ તૈયાર થવા સુધી લગભગ બે વર્ષ થયા હતા જયારે પ્લાન્ટ ઓપરેશન ત્રણ વર્ષથી ચાલે છે. આ સમયગાળા દરમ્યાન અધિકારી તથા કન્સલટન્ટના ધ્યાન પર આ બાબત કેમ ના આવી ? વિંઝોલમાં એસિડિક પાણી આવે છે તથા બે-ત્રણ વર્ષમાં પમ્પ ખરાબ થાય છે તે બાબત અધિકારી તથા કન્સટન્ટને ખબર હોવાથી એન પ્રોક્યોરમાં જાણી જાેઈને પમ્પ સેટ્‌સની આઈટમ બાકી રાખવામાં આવી છે કે કેમ?

આ તમામ બાબતે નિષ્પક્ષ તપાસ કરવી જરૂરી છે. ચોંકાવનારી બાબત એ છે કે વિંઝોલ ૩પ એમએલડી પ્લાન્ટ માટે રાજકમલ બિલ્ડર્સને ફીકસ પેમેન્ટ આપવામાં આવે છે વેરીએબેલ પેમેન્ટ આપવામાં આવી રહયુ નથી તથા મનપા દ્વારા છેલ્લા ત્રણ વર્ષથી રાજકમલ બિલ્ડર્સને ઓપરેશન- મેઈન્ટેન્સના પેમેન્ટ ચુકવવામાં આવી રહયા છે,

પરંતુ પ્લાન્ટ કમીશનીંગ હજી શરૂ કરવામાં આવ્યુ નથી. મતલબ કે એસિડિક પાણી ના ડરથી પ્લાન્ટ ૧૦૦ ટકા કાર્યરત કરવામાં આવ્યો નથી તથા તેના નિયમિત ટેસ્ટીંગ પણ થતા નથી તેથી જાે પ્લાન્ટ પૂર્ણરૂપથી કાર્યરત ન હોય તો પમ્પ સેટ્‌સ ખરાબ કેવી રીતે થાય ? શૂ રાજકમલ બિલ્ડર્સ દ્વારા જુના પમ્પ સેટસ નાંખવામાં આવ્યા હતા ? જાે નવા પમ્પ નાંખવામાં આવ્યા હોય તો તેના માટે પણ બે થી પાંચ વર્ષની ગેરંટી હોય છે. આ પ્રકારના અનેક તર્ક- વિતર્ક મ્યુનિ. ભવનમાં થઈ રહયા છે.

મ્યુનિ. એસટીપી વિભાગના આંતરીક સુત્રોએ જણાવ્યા મુજબ એસટીપી વિભાગમાં રાજકમલ બિલ્ડર્સનું એકચક્રી શાસન ચાલી રહયું છ.ે જેના કારણે જ જલ વિહાર પ્લાન્ટ માટે કરોડો રૂપિયાની પેનલ્ટીની વસુલાત માત્ર લાખો રૂપિયામાં જ થઈ છે.

તેવી જ રીતે મધ્યઝોનમાં પણ રપ એમએલડી પ્લાન્ટ કાર્યરત થયા બાદ પ્રથમ વખત કેમીકલયુક્ત પાણી જાેવા મળ્યા છે. જે બાબત પણ તપાસનો વિષય બની છે. એસટીપી ખાતામાં ચાલતી કાનાફુસી મુજબ જલવિહાર પ્લાન્ટની પેનલ્ટી ફાઈલ પણ ગાયબ કરવામાં આવી છે જેમાં પ્લાન્ટ ડે. એન્જીનીયર અને એન્વાયરમેન્ટ એન્જી.ની ભૂમિકા શંકાસ્પદ રહી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.