ખેડૂતોની ઘર વાપસીની અફવા ફેલાવાઈ રહી છે: રાકેશ ટિકેત
નવીદિલ્લી, ભારતીય ખેડૂત સંગઠન (ભાકીયુ)ના રાષ્ટ્રીય પ્રવકતા રાકેશ ટિકેતે દિલ્લીની સીમાઓ પર અડિંગો જમાવીને બેઠેલા ખેડૂતોને ઘરે પાછા જવાની વાતનો ઈનકાર કરી દીધો છે. રાકેશ ટિકેતે આજે કહ્યુ કે, ‘ખેડૂતોની ઘર વાપસીની અફવા ફેલાવવામાં આવી રહી છે.
આવુ કંઈ થવાનુ નથી. હું પહેલા કહી ચૂક્યો છુ કે અમને એમએસપી જાેઈએ અને ખેડૂતો પર કેસ પાછા ખેંચ્યા વિના કોઈ ખેડૂત અહીંથી નહિ જાય.’
રાકેશ ટિકેતે કહ્યુ કે ‘૪ ડિસેમ્બરે અમારી બેઠક છે.. તેમાં અમે ર્નિણય લઈશુ. સરકાર માટે અમે પહેલા જ કહી ચૂક્યા છે કે તે ખેડૂત આંદોલનકારીઓના કેસ પાછા લે. અમારી સાથે સરકાર વાત કરે.’ આ પહેલા રાકેશ ટિકેતે સંસદમાં શરૂ થયેલ શિયાળુ સત્ર વિશે નિવેદન આપ્યુ હતુ. રાકેશ ટિકેટે કહ્યુ કે જ્યાં સુધી સંસદનુ સત્ર ચાલશે ત્યાં સુધી સરકાર પાસે વિચારવા અને સમજવાનો સમય છે. તેમણે આગળ કહ્યુ, ‘આગળનુ આંદોલન કેવી રીતે ચલાવવાનુ છે તેનો ર્નિણય અમે સંસદ ચાલવા પર લઈશુ.
રાકેશ ટિકેતે ખેડૂતોના પાક વેચાણ પર કહ્યુ કે, ‘ખેડૂતો જે પાક વેચે છે તેને તે ઓછી કિંમતમાં વેચી શકે છે, જેનાથી તેને ખૂબ નુકશાન થાય છે માટે અમારા માટે એમએસપી એક મોટો સવાલ છે તેના પર પણ કાયદો બને. હજુ અમે વાતચીત કરીશુ, અહીંથી કેવી રીતે જઈએ.
કારણકે હજુ ઘણા કાયદા સંસદમાં છે, તેને ફરીથી આ લાગુ કરશે. તેના પર અમે વાતચીત કરવા માંગીએ છીએ. અમારી સંયુક્ત કિસાન મોરચાની હજુ એક મીટિંગ છે. જે પણ ર્નિણય લેવામાં આવશે ત્યારબાદ જ અમે કોઈ નિવેદન આપીશુ.’
રાકેશ ટિકેતે કહ્યુ, ‘ખેડૂત આંદોલનકારીઓ તરફથી અમે સરકાર સમક્ષ માંગો રાખી છે. સરકાર એ માંગોને પૂરી કરે, તેના માટે તેમને અમે ૨૬ જાન્યુઆરી સુધીનો સમય આપ્યો છે. અમારા ધરણા સ્થળ ખાલી નહિ થાય. આવનારા સમયમાં અમે ખેડૂત ભાઈઓ સાથે ૬૦ ટ્રેક્ટર લઈને સંસદ ભવન તરફ માર્ચ કરીશુ.’
પત્રકારો દ્વારા એમ પૂછવા પર કે સરકારે તો કાયદા પાછા લઈ લીધા છે, ત્યારે તેમણે કહ્યુ કે, ‘હા.. સરકારે ત્રણે કાયદાને રદ કરવાનો ર્નિણય લીધો છે પરંતુ તેનાથી અમારુ સમાધાન નહિ થાય. સરકારે ખેડૂતો સાથે વાત કરવી પડશે.’HS