Western Times News

Gujarati News

વેક્સિન શબ્દ બન્યો 2021નો વર્ડ ઓફ ધ યર

નવી દિલ્હી, મરિયમ વેબ્સ્ટરના શબ્દકોષ મુજબ આ વર્ષનો શબ્દ છે વેક્સિન. કંપની કહે છે કે ૨૦૨૦ના મુકાબલે આ શબ્દને 601 ટકા વધારે શોધવામાં આવ્યો હતો. આ શબ્દનો સંસ્કૃત સાથે પણ સંબંધ છે.

વેક્સિનને મરિયમ વેબ્સ્ટરે 2021ના વર્ડ ઓફ ધ યર તરીકે પસંદ કર્યો છે. વર્તમાન સ્થિતિનું પ્રતિબિંબ પાડવાના હેતુથી અને તે વર્ષની સ્થિતિને એક જ શબ્દમાં દર્શાવવાના હેતુથી આ શબ્દની વર્ડ ઓફ ધ યર તરીકે પસંદગી કરવામાં આવી છે.

મરિયમ વેબ્સ્ટરના એડિટરે જણાવ્યું હતું કે 2021માં આ શબ્દનો દૈનિક ધોરણે સૌથી વધુને વધુ ઉપયોગ થતો જોવા મળ્યો. આ શબ્દ બે જુદી-જુદી વાર્તાઓ રજૂ કરે છે. એક વિજ્ઞાનની વાર્તા છે જે બતાવે છે કે કેટલી ઝડપથી રસી વિકસાવવામાં આવી. તેની સાથે નીતિ, રાજનીતિ અને રાજકારણના ઝુકાવ અંગે પણ ચર્ચા થઈ છે.

આ એક જ શબ્દ બે મહાન ગાથા રજૂ કરે છે. આ પહેલા ઓક્સફર્ડ ડિક્શનરીએ વેક્સ શબ્દની પસંદગી કરી હતી. ગયા વર્ષે મરિયમ વેબ્સ્ટરે પેન્ડેમિક એટલે કે મહામારી કે રોગચાળા શબ્દની વર્ડ ઓફ ધ યર તરીકે પસંદગી કરી હતી. ગયા વર્ષે ડિસેમ્બરમાં બ્રિટનમાં વિશ્વની પહેલી કોરોના રસી લાગી હતી. તેના પછી ન્યૂયોર્કમાં તે જ મહિનામાં રસીકરણનો પ્રારંભ થયો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.