Western Times News

Gujarati News

કોરોનામાં ગુજરાતમાં CSR એકટીવીટી ખર્ચમાં રૂા.૪૦૬ કરોડનો માતબર ઘટાડો

કોર્પોરેટ સોશ્યલ રિસ્પોન્સીબિલીટી ખર્ચમાં ગુજરાત બીજા ક્રમે

(એજન્સી) અમદાવાદ, ગુજરાતમાં કોર્પોરેટ સોશ્યલ રિસ્પોન્સીબિલીટી (સીએસઆર ફંડ હેઠળ કોરોના કાળના વર્ષ ર૦ર૦-ર૧ માં પ૮ર-૩૭ કરોડનો ખર્ચ કર્યો છે. ગત વર્ષે ર૦૧૯-ર૦ માં ૯૮૮.૯૯ કરોડનો ખર્ચ કરાયો હતો. આમ, એક જ વર્ષમાં સીએસ આર ફંડના ખર્ચમાં ૪૦૬ કરોડનો માતબર ઘટાડો નોંધાયો છે. જાે કે મહારાષ્ટ્ર પછી ગુજરાત રાજય સૌથી વધુ નાણાં વાપર્યા છે. મહારાષ્ટ્ર ૧૧૦૦.પ૯ કરોડના ખર્ચ સાથે દેશમાં અવ્વલ નંબરે છે.

ગુજરાતમાં સીએસઆર ખર્ચમાં છેલ્લા ત્રણ વર્ષથી ઘટાડો નોંધાઈ રહ્યો છે. વર્ષ ર૦૧૮-૧૯માં ગુજરાતમાં ૧૦૯૧.૬૯ કરોડનો ખર્ચ કરાયો હતો. એ પછીના વર્ષમાં આ રકમ ઘટીને ૯૮૮.૯૯ કરોડ થઈ હતી. જે આ વખત ઘટીને પ૮ર.૩૭ કરોડ ખર્ચ નોંધાયો છે.

કેન્દ્ર સરકારના કોર્પોરેટ મંત્રાલયે સોમવારે આ લેટેસ્ટ આકડા જાહેર કર્યા છે. જેમાં ખાનગી જ નહીં પરંતુ સરકારી પીએસયુ કંપનીઓના ફંડની માહિતી સામેલ છે. સરકારી પીએસયુ કંપની વિના માત્ર ખાનગી કંપનીઓના ખર્ચની વાત કરીએ તો ગુજરાતમાં સીએસઆર હેઠળ વર્ષ ર૦૧૮-૧૯માં ૧,૦૬પ. ૯૦ કરોડનો ખર્ચ કરાયો હતો. અ પછીના વર્ષમાં ર૦૧૯-ર૦માં આ ખર્ચ ઘટીને ૯૧૦.૧૩ કરોડ થયો છે.

વર્ષ ર૦ર૦-ર૧માં દેશમાં ૮૮ર૮ કરોડનો ખર્ચ કરાયો છે. મહત્ત્વનું છે કે વર્ષ ર૦૧૯-ર૦માં વિવિધ સીએસઆર પ્રોજેક્ટસ પર ૯૧૦.૧૩ કરોડનો ખર્ચ થયો છે. જેમાંથી ૧.૮૬ કરોડ રમતગમતને પ્રોત્સાહિત કરવા માટે વપરાયો છે. ગત વર્ષ કરતા ગુજરાતમાં રમતગમત ક્ષેત્રે ખર્ચમાં ર૮ ટકાનો ઘટાડો જાેવાયો છે.

કેન્દ્ર સરકારના મંત્રાલયનું કહેવુ છે કે સરકર ખાનગી કંપનીઓને કોઈ ચોક્કસ સ્થળે કામગીરી કરવા માટે દિશા નિર્દેશ આપી શકતાતો નથી. ખાનગી કંપનીના બોર્ડ દ્વારા જ આ મામલે નિર્ણય લેવાતો હોય છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.