Western Times News

Gujarati News

રાજ્યના દોઢ હજાર જેટલા આચાર્યો ગ્રેડ પે ના લાભથી વંચિત

(એજન્સી) અમદાવાદ, રાજ્યની ગ્રાંટેડ સકુલોમાં એચટીએટી પાસ કરી નિમણુંક પામેલા દોઢ હજાર જેટલા આચાર્યોને ગ્રેડ પે ના લાભથી વંચિત રાખવામાં આવ્યા હોવાની ફરીયાદો ઉઠવા પામી છે. વર્ષ ર૦૧૭માં પાસ થયેલા આ આચાર્યોને ૪૬૦૦ ગ્રેડ પે પ્રમાણે પગાર ચુકવવા માટે કમિશ્નર ઓફ સ્કુલની કચેરી દ્વારા નિર્ણય લેવામાં આવ્યો હતો.

જાે કે આ નિર્ણય બાદ પણ રાજયની જીલ્લા શિક્ષણાધિકારી કચેરી દ્વારા તેનો અમલ કરવામાં આવતો નહોવાનુૃ આચાર્ય સંઘ દ્વારા જણાવવામાં આવી રહ્યુ છે.

પ્રાપ્ત માહિતી અનુસાર વર્ષ ર૦૧૭માં ગ્રાંટેડ હાઈસ્કુલના આચાર્ય માટેની ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.. આ ભરતી પ્રક્રિયા અંતર્ગત ર૦૧૯માં આશરેે ૧પ૦૦ જેટલા આચાર્યોની નિમણુંકો આપવામા આવી હતી. એચ ટાટ પાસે કરેલા આચાર્યોને મેરીટના આધારે જ પસંદગી કરાતા તેમને ૪૬૦૦નો ગ્રેેડ પે ચુકવવામાં આવ્યો હતો.

પરંતુ ત્યારબાદ વર્ષ ર૦૦૯ના પરિપત્રના અર્થઘટનને લઈને ે વિવાદ થયો હતો. જેમાં તે પરિપત્રમાં અર્થઘટનને લઈને ગ્રેડ પે ઘટાડવામાં આવ્યો હતો.

આમ, એચટાટ જેવી અઘરી પરીક્ષા પાસ કરીને આચર્ય બનેલા અરજદારોનો પગાર શિક્ષકો જેેટલો કરવાની જાહેરાતથી રોષ ફેલાયો હતો. આ મુદ્દે આચાર્યાે દ્વારા ઉચ્ચ કક્ષાએે રજુઆતો કરવામાં આવી હતી.

જેના ભાગરૂપે તાજેતરમાં જ કમિશ્નર ઓફ સ્કુલની કચેરી દ્વારા તમામ જીલ્લાને ઉદ્દેશીને પરિપત્ર કર્યો હતો. જેમાં સ્પષ્ટ જણાવાયુે હતુ કે ર૦૧૯ની ભરતીના આચાર્યોની પગાર બાંધણી આપવી. પરંતુ રાજ્યના મોટાભાગના જીલ્લાઓમાં ડીઈઓ દ્વારા પરિપત્રનો અમલ કરવામાં આવતો નહોવાની ફરીયાદ ઉઠવા પામી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.