Western Times News

Gujarati News

ભર શિયાળે વાદળછાયું વાતાવરણ સર્જાતા ખેડુતો, પશુ પાલકો ચિંતાતુર

સાબરકાંઠા અને અરવલ્લી જીલ્લા સહિત ભિલોડા,વિજયનગર તાલુકામાં કમોસમી વરસાદના એંધાણ વર્તાયા

(પ્રતિનિધિ) ભિલોડા, દિન-પ્રતિ-દિન વૃક્ષોનું નિકળી રહ્યું છે સાથે-સાથે પ્રદૂષિત વાતાવરણના કારણે ગ્લોબલ વોર્મિંગની વિપરીત અસરો વર્તાતા વારંવાર વાતાવરણમાં પલ્ટો આવતા ખેડુતો,પશુ પાલકો અને પ્રજાજનો હેરાન પરેશાન થઈ રહ્યા છે.

સાબરકાંઠા અને અરવલ્લી જીલ્લા સહિત ભિલોડા,વિજયનગર તાલુકામાં ભર શિયાળે અષાઢી માહોલ પ્રવર્તતી રહ્યો છે.વાદળછાયું વાતાવરણ સર્જાયું હોય ત્યારે વાઈરલ બીમારીઓનું પ્રમાણ વધશે તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે ત્યારે અત્રે ઉલ્લેખનીય છે કે ખેડુતો,પશુ પાલકો અને પ્રજાજનો ચિંતાતુર જાેવા મળે છે.

ધઉં,ચણા,રાયડો,વરીયાળી,બટાટા તેમજ ધાસચારાના વાવેતર ની શરૂઆત ટાંણે જ વાતાવરણમાં એકા-એક પલ્ટો આવતા કમોસમી વરસાદના એધાંણ વર્તાઈ રહ્યા છે.

હવામાન વિભાગની મોટી આગાહી મુજબ ફરી એક વાર ગુજરાત રાજ્યભરમાં કમોસમી માવઠાનું સંકટ ઉદ્ધવી રહ્યું છે તેવા સંજાેગોમાં શિયાળાની કડકડતી ઠંડીની શરૂઆત દરમ્યાન વરસાદની આગાહી,વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ગુજરાતભરમાં કમોસમી વરસાદ પડશે

અને ૪૦ થી ૬૦ કિલોમીટર ની ગતિએ ફૂંકાશે પવન દક્ષિણ, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં વરસાદ પડશે ખેડુતોના માથે આફતના એધાંણ વર્તાઈ રહ્યા છે. કમોસમી વરસાદની આગાહી વચ્ચે સલામતીના ભાગરૂપે ખેડુતોએ ધાસચારો સહિત ધાન્ય પાકોને સત્વરે સલામત સ્થળે ખસેડી દેવા હીતાવહ છે.

લગ્નસરાની સિઝન દરમ્યાન વાદળછાયું વાતાવરણ સર્જાયું હોય ત્યારે કમોસમી વરસાદ વરસી જવાની સંભાવના વચ્ચે અત્રે ઉલ્લેખનીય છે કે જેમના ધરે લગ્નના મંડપ બંધાઈ ગયા છે તેઓ ભારે ઉચાટ અનુભવી રહ્યા છે.

જમ્મુ – કાશ્મીરમાં ઠંડીનો ચમકારો વધતા તાપમાન શૂન્યથી નીચે નોંધાઈ રહ્યું છે ત્યારે સપ્તાહના અંતમાં ગાત્રો થીજવતી કાતિલ તીવ્ર ઠંડીનો ચમકારો વધશે ત્યારે બજારમાં ગરમ વસ્ત્રોની માંગ વધશે ત્યારે બજારમાં વેપારીઓને સારી ધરાકી જાેવા મળશે તેમ વેપારીઓએ જણાવ્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.