ગુજરાત વિધાનસભા અધ્યક્ષ ડૉ.નીમાબહેન આચાર્ય પરિવાર સાથે મા બહુચરના દર્શન કર્યા
મહેસાણા, ગુજરાત વિધાનસભા અધ્યક્ષ ડૉ.નીમાબહેન આચાર્ય, આજે મહેસાણા જીલ્લામાં આવેલ પ્રખ્યાત મંદિર, મા બહુચરના દર્શનને સહપરિવાર પધાર્યા હતા. અધ્યક્ષ ડૉ.નીમાબહેન આચાર્ય અને તેમના પતિ ભાવેશભાઈ આચાર્યએ રાજ રાજેશ્વરી આદ્યશકિત મા બહુચર મુખ્ય મંદિરમાં મા બહુચરની પુજા-અર્ચના કરીને આદ્યશકિતના આશીર્વાદ મેળવ્યા હતા.
તેમણે વરખડીના ઝાડ નીચે બિરાજમાન મા બહુચરની પુજા પણ કરી હતી. તેમજ મંદિરના પરિષદના ગણપતિ મંદિર, નારસંગાવીર મંદિરના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી.
ડૉ.નીમાબહેન અને તેમના પરિવારને મુખ્ય પૂજારીએ બાલા ત્રિપુરા બહુચરના પ્રાગટય, પરચા અને વિશેષતાઓનું વર્ણન કર્યું હતું. મા બહુચરના ભક્ત વ્યઢળોના આશીર્વાદ મેળવી આદ્યશકિત મા બાલા ત્રિપુરા બહુચરની પુજા- અર્ચના કરી હતી.HS