Western Times News

Gujarati News

ક્રાઇમ બ્રાન્ચે કુબેરનગરમાં હથિયાર સાથે એક મહિલાની ધરપકડ કરી

અમદાવાદ, અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે કુબેરનગરમાં હથિયાર સાથે એક મહિલાની ધરપકડ કરી. ચોરીનો કિંમતી સામાન પણ મળી આવ્યો.હથિયાર સાથે મહિલા ના શકાસ્પદ વર્તનથી ક્રાઇમ બ્રાન્ચે મહિલા આરોપીની પૂછપરછ શરૂ કરી.

અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ ની કસ્ટડીમાં જાેવા મળતી મહિલાનું નામ ધનલક્ષ્મી પરમાર ઉર્ફે મનીષા છારા છે. આ મહિલા પાસેથી ગેરકાયદે હથિયાર મળી આવ્યું. ઘટનાની વાત કરીએ તો અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમને બાતમી મળી હતી કે કુબેરનગરની એક મહિલા પાસે હથિયારો, સોનાં ચાંદી નાં દાગીના અને ચોરીના મોબાઈલ છે.

આ બાતમીના આધારે ક્રાઈમ બ્રાન્ચની ટીમે કુબેરનગર ખાતેના સિલ્વર જ્યોત સોસાયટી ના મકાન ન ૩૧૪/૨ માં સર્ચ કરતા આરોપી ધનલક્ષમી પાસેથી ઇમ્પોર્ટેડ રિવોલ્વર , ૯ જીવતા કારતૂસ, સોનાનો હાર અલગ અલગ કંપનીના ૭ મોબાઈલ સહિત રૂ ૧૧ લાખનો મુદ્દામાલ મળી આવ્યો.

મહિલા આરોપી ધનલક્ષ્મી પરમાર ઉર્ફે મનીષા છારાની પૂછપરછ માં ચોંકાવનારી માહિતી સામે આવી. આરોપીની સાસુ શોભા પરમાર અને દેવર રાજેશ પરમાર ચોર હતા અને તેમને આ ઈમ્પોર્ટેડ રિવોલ્વર ,૯ જીવતા કાર્ટુસ મહિલાને આપ્યા હતા. એટલું જ નહીં તેની પાસેથી મળી આવેલી જવેલરી અને મોબાઈલ પણ ચોરીના હતા. અને આ મુદ્દામાલ સાસુએ છુપાવવા માટે આપ્યો હોવાનું તેને પોલીસને જણાવ્યું હતું.

પરંતુ આશ્ચર્ય ની વાત તો એ છે કે ૨૦૦૩ માં મહિલાની સાસુ અને ૨૦૧૦ માં દેવર નું મૃત્યુ નીપજ્યું હતું. ત્યારે આ ચોરીનો મુદ્દામાલ મહિલા પાસે ૧૦ વર્ષથી હોવાનું તપાસમાં જણાવે છે. પરંતુ ક્રાઇમ બ્રાન્ચને મહિલા પર શકા છે. હથિયાર રાખવા પાછળ કોઈ જુદો ઈરાદો હોવાની શક્યતાને લઈને પોલીસે મહિલાની પૂછપરછ શરૂ કરી છે.

મહત્વનું છે કે મહિલા આરોપી એ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને જણાવેલી થીયેરી શંકાસ્પદ લાગતા રિવોલ્વર , સોનાના હાર અને ૭ મોબાઈલ અંગે તાપસ કરતા કુબેર નગર માં દારૂ પીવા આવતા લોકો ને પૈસા ની જરૂર હોવાથી સસ્તા ભાવે ચોરી ના મોબાઇલની ખરીદી કરીને ઊંચી કિંમતમાં વેચી દેતી હોવાનું ખુલ્યું છે. જ્યારે મહિલા પાસે મળી આવેલી રિવોલ્વર કોની છે અને મહિલાએ કેમ પોતાની પાસે રાખી છે જે મુદ્દે વધુ પૂછપરછ કરવામાં આવી રહી છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.