અમદાવાદમાં ચિકન ગુનિયાનો કહેર વધતા ડોક્ટરોમાં ફેલાઈ ચિંતા

અમદાવાદ, અમદાવાદમાં ચિકનગુનિયાના કેસ યથાવત છે.આમ તો ડેન્ગ્યુ અને ચિકનગુનિયા ઋતુગત બીમારી છે.. ચોમાસુ પૂર્ણ થઈ ગયું હોવા છતાં ચિકન ગુનિયાના કેસની સ્થિતિ એની એજ છે..ચિકનગુનિયાના કેસમાં ઘટાડો નહીં થતા ડોકટરોમાં પણ ચિંતા ફેલાઇ છે.
આમ તો ડેન્ગ્યુ ચિકન ગુનિયા ઋતુગત બીમારી છે પરંતુ ચોમાસુ પૂર્ણ થઈ ગયું ચિકન ગુનિયા ના કેસ ની સ્થિતિ એજ છે.. જે કેસ ઓછા થવાનું નામ નથી લઈ રહ્યા .. જેને લઈને ડોકટરો માં પણ ચિંતા છે. ચોમાસાની શરૂઆત થાય એટલે પાણી પ્રદુષિત આવે અને મચ્છરનો ઉપદ્રવ વધે..
જેના કારણે ડેન્ગ્યુ અને ચિકન ગુનિયા ના કેસ માં વધારો થાય છે પરંતુ ચોમાસુ પૂર્ણ થઈ જાય એટલે એ કેસો માં ઘટાડો થવા લાગે છે પરંતુ આ વર્ષે કોરોના કાબુ માં છે તો ચિકન ગુનિયાના કેસ ની સ્થિતિ એજ છે.
ઓક્ટોબર માસ માં ડેન્ગ્યુ ના ૩૨૭ કેસ હતા જે ઘટી ને નવેમ્બર માસ માં ૧૭૯ થઈ ગયા છે.. તો હિપેટાઇટિસ ના ઓક્ટોબર માસ માં ૨૧૭ હતા જે ગત માસ માં ઘટી ને ૧૬૬ થઈ ગયા પણ ચિકન ગુનિયા ના કેસ ની સ્થિતિ એની એજ છે ઓક્ટોબર માસ માં ૧૬૮ હતા જે ઘટી ને ૧૬૩ જ છે એટલે કે માત્ર ૫ કેસ ઘટ્યા છે.
ડૉક્ટરોનો મત છે કે આ વર્ષે શિયાળા માં હાલ માં માવઠા જેવી સ્થિતિ રહી છે.. જેના કારણે હજી પણ મચ્છર નો ઉપદ્રવ જાેવા મળે છે તો પાણી પણ ઘણી જગ્યા પર પ્રદુષિત આવે છે.. ઘણી જગ્યા પર ગંદકી ના ઢગલા જાેવા મળે છે જેના કારણે પણ પણ મચ્છર વધે છે સામે ચાલી ને તંત્ર ને આ અંગે કામગીરી કરવા જાણ કરે તો સાથે જ ચોકસાઈ જાળવે એ જરૂરી છે.HS