રેટગેઇન ટ્રાવેલ ટેકનોલોજીસનો IPO 07 ડિસેમ્બર, 2021ના રોજ ખુલશે
રેટગેઇન ટ્રાવેલ ટેકનોલોજીસ લિમિટેડના ₹1ની ફેસ વેલ્યુ ધરાવતા દરેક ઇક્વિટી શેરદીઠ પ્રાઇસ બેન્ડ ₹405થી₹425 નક્કી થઈ છે
દુનિયામાં અગ્રણી વિતરણ ટેકનોલોજી કંપનીઓમાં સામેલ તથા હોસ્પિટાલિટી અને ટ્રાવેલ ઉદ્યોગ માટે ભારતની સૌથી મોટી સોફ્ટવેર એઝ એ સર્વિસ (“SaaS”) કંપની રેટગેઇન ટ્રાવેલ ટેકનોલોજીસ લિમિટેડ (“રેટગેઇન” અથવા “કંપની”)એ 07 ડિસેમ્બર, 2021ના રોજ એનો આઇપીઓ (“ઓફર”) લાવવાની યોજના બનાવી છે.
ઓફરની પ્રાઇઝ બેન્ડ ₹1ની ફેસ વેલ્યુ ધરાવતા દરેક ઇક્વિટી શેરદીઠ ₹405થી ₹425 નક્કી થઈ છે. બિડ લઘુતમ 35 ઇક્વિટી શેર અને પછી 35 ઇક્વિટી શેરના ગુણાંકમાં થઈ શકશે.
ઓફરમાં રેટગેઇન ટ્રાવેલ ટેકનોલોજીસ લિમિટેડના ₹1ની ફેસ વેલ્યુ ધરાવતા ઇક્વિટી શેર સામેલ છે, જેમાં ₹3,750.00 મિલિયન સુધીનો ફ્રેશ ઇશ્યૂ (“ફ્રેશ ઇશ્યૂ”) અને 22,605,530 ઇક્વિટી શેરના વેચાણની ઓફર (“વેચાણ માટેની ઓફર”) સામેલ છે.
આ વેચાણ માટેની ઓફરમાં વેગ્નેર લિમિટેડના 17,114,490 ઇક્વિટી શેર (“વેગ્નેર”કે “રોકાણકાર વિક્રેતા શેરધારક”), ભાનુ ચોપરાના 4,043,950 ઇક્વિટી શેર અને મેઘા ચોપરાના 1,294,760 ઇક્વિટી શેર (સંયુક્તપણે “પ્રમોટર વિક્રેતા શેરધારકો”) તથા ઉષા ચોપરાના 152,330 ઇક્વિટી શેર (“અન્ય વિક્રેતા શેરધારક”) સામેલ છે. ઓફરમાં લાયકાત ધરાવતા કર્મચારીઓ (“એમ્પ્લોયી રિઝર્વેશન પોર્શન”) દ્વારા સબસ્ક્રિપ્શન માટે ₹50.00 મિલિયન સુધીનું રિઝર્વેશન સામેલ છે.
ફ્રેશ ઇશ્યૂમાંથી પ્રાપ્ત ચોખ્ખા ભંડોળનો ઉપયોગ આ માટે થશે – (1) પેટાકંપનીઓ પૈકીની એક રેટગેઇન યુકેએ સિલિકોન વેલી બેંક પાસેથી લીધેલા ઋણની પુનઃચુકવણી/આગોતરી ચુકવણી માટે, (2) DHISCOના એક્વિઝિશન માટે ડિફર્ડ પેમેન્ટ માટે, (3) વ્યૂહાત્મક રોકાણ, એક્વિઝિશન અને ઇનઓર્ગેનિક વૃદ્ધિ, (4) ટેકનોલોજી ઇનોવેશન, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને ઓર્ગેનિક વૃદ્ધિની અન્ય પહેલોમાં રોકાણ કરવા, (5) ડેટા સેન્ટર માટે ચોક્કસ મૂડી ઉપકરણની ખરીદી કરવા અને (6) સાધારણ કોર્પોરેટ ઉદ્દેશ માટે.
આ ઓફરમાં ઓફર થયેલા ઇક્વિટી શેરનું લિસ્ટિંગ બંને BSE લિમિટેડ (“BSE”) અને નેશનલ સ્ટોક એક્સચેન્જ ઓફ ઇન્ડિયા લિમિટેડ (BSE સાથે સંયુક્તપણે “NSE”, “સ્ટોક એક્સચેન્જીસ”) પર થશે.
ઓફરની બુક રનિંગ લીડ મેનેજર્સ છે – કોટક મહિન્દ્રા કેપિટલ કંપની લિમિટેડ, આઇઆઇએફએલ સીક્યોરિટીઝ લિમિટેડ અને નોમુરા ફાઇનાન્શિયલ એડવાઇઝરી એન્ડ સીક્યોરિટીઝ (ઇન્ડિયા) પ્રાઇવેટ લિમિટેડ.