Western Times News

Gujarati News

અભિનેતા સલમાન ખાનને હવે પબ્લિસિટીનો સહારો

મુંબઈ, સલમાન ખાન અને આયુષ શર્મા સ્ટારર ફિલ્મ અંતિમ-ધ ફાઈનલ ટ્રૂથ તેના સપ્તાહના દિવસોમાં સારો બિઝનેસ કરી રહી છે. ફિલ્મની શરૂઆતના દિવસે ધીમી શરૂઆત થઈ હતી, પરંતુ ત્રીજા દિવસે ફિલ્મે સારો દેખાવ કર્યો હતો.

પરંતુ ફિલ્મ નિર્માતાઓની અપેક્ષા મુજબ બોક્સ ઓફિસ પર કમાણી નથી કરી રહી. ફિલ્મમાં સલમાન ખાન એક શીખ પોલીસના રોલમાં છે જ્યારે તેનો જીજા આયુષ શર્મા ગેંગસ્ટરના રોલમાં છે. ચાલો હવે જાણીએ કે ફિલ્મ ‘અંતિમ’ એ ૫માં દિવસે પર કેટલી કમાણી કરી છે.

જ્યારે ફિલ્મ અંતિમ રીલિઝ થઈ ત્યારે એવી અપેક્ષા હતી કે, સલમાન ખાનના સ્ટારડમને કારણે તે મોટી ઓપનિંગ લેશે, પરંતુ એવું થઈ શક્યું નહીં. ફિલ્મે શુક્રવારે ૫.૦૩ કરોડ, શનિવારે ૬.૦૩ કરોડ, રવિવારે ૭.૫૫ કરોડની કમાણી કરી હતી.

સોમવારે ફિલ્મની કમાણીમાં ઘટાડો જાેવા મળ્યો હતો. તેમ છતાં ફિલ્મે શરૂઆતના દિવસની સરખામણીએ ચોથા દિવસે સારો દેખાવ કર્યો હતો. ચોથા દિવસે એટલે કે સોમવારે ફિલ્મે લગભગ ૩ કરોડની કમાણી કરી હતી.

પાંચમા દિવસે ફિલ્મે ૨.૬૦-૨.૯૦ કરોડનો બિઝનેસ કર્યો હતો. આ હિસાબે અંતિમે અત્યાર સુધીમાં લગભગ ૨૪.૬૫ કરોડ રૂપિયાની કમાણી કરી છે. અઠવાડિયાના દિવસોની કમાણી જાેતા લાગે છે કે, ફિલ્મ પહેલા અઠવાડિયામાં ૩૦ કરોડની કમાણી કરશે. જાે કે, દર્શકોને ફિલ્મ પસંદ આવી રહી છે. માઉથ પબ્લિસિટી આ ફિલ્મને બચાવી શકે છે.

અહીં સલમાન ખાન હજુ પણ ફિલ્મના પ્રમોશનમાં વ્યસ્ત છે. સોમવારે સલમાન અમદાવાદમાં જાેવા મળ્યો હતો. ત્યાં તે સાબરમતી આશ્રમમાં ફરતો ફરતો જાેવા મળ્યો હતો. સલમાન ખાન અને આયુષ શર્માની ફિલ્મને ક્રિટિક્સ તરફથી સારો રિસ્પોન્સ મળ્યો છે.

આ ફિલ્મમાં સલમાન ખાન એકદમ અલગ અવતારમાં જાેવા મળી રહ્યો છે. આ ફિલ્મ મરાઠી બ્લોકબસ્ટર ‘મુલશી પેટર્ન’ની સત્તાવાર રિમેક છે. આ ફિલ્મમાં આયુષ શર્માએ રાહુલનું પાત્ર ભજવ્યું હતું. ઓરિજિનલ ફિલ્મમાં એક્ટર ઓમ ભૂતકરે આ પાત્ર ભજવ્યું હતું. તો, અભિનેતા ઉપેન્દ્ર લિમયે દ્વારા ભજવવામાં આવેલ રોલ સલમાન ખાને કર્યો છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.