સરકાર ઈચ્છે તો બે દિવસમાં આંદોલન સમેટાઈ જાયઃ ટિકૈત

નવી દિલ્હી, સરકારે ત્રણ કૃષિ કાયદા પાછા ખેંચવાની જાહેરાત બાદ પણ રાકેશ ટિકૈતે આંદોલન ચાલુ રાખવા માટે ફરી જાહેરાત કરી છે.
રાકેશ ટિકૈતે કહ્યુ છે કે, હું અહીંથી ખાલી હાથે જવાનો નથી.મને સરકાર દ્વારા આપવામાં આવેલા કોઈ પ્રસ્તાવની જાણકારી નથી.
સરકાર વાત ચલાવે છે કે ખેડૂતો પાછા જશે.પણ આ વાત ખોટી છે.સરકાર સાથે વાતચીત વગર અને ખેડૂતોની સમસ્યાનુ સમાધાન કર્યા વગર ખેડૂતો પાછા જવાના નથી. તેમણે કહ્યુ છે કે, અમારા ગામના લોકો અમને કહી રહ્યા છે કે, એમએસપીની વાત મનાવીને અને ખેડૂતોના કેસ પાછા ખેંચાવીને આવજાે.સરકાર ધારે તો બે દિવસમાં આંદોલનનો ઉકેલ લાવી શકે છે.સરકાર જ્યાં સુધી આંદોલન ખતમ નહીં કરે ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે.
તેમણે કહ્યુ હતુ કે, કોઈ વ્યક્તિ કેસ ચાલુ હોય તેવી સ્થિતિમાં પાછો જવા નથી માંગતો.જાે કોઈ ખેડૂતની ધરપકડ થઈ તો ખેડૂતો સંયુક્ત કિસાન મોરચાથી નારાજ થઈ જશે.SSS