Western Times News

Gujarati News

દિલ્હીની તમામ શાળા નવો આદેશ ન થાય ત્યાં સુધી બંધ

File Photo

નવી દિલ્હી, દેશની રાજધાની દિલ્હીમાં પોલ્યુશનની વકરતી સમસ્યાનો કોઈ ઉકેલ દેખાઈ રહ્યો નથી.બીજી તરફ દિલ્હી સરકારે બાળકો માટે સ્કૂલો શરુ કરી દેતા સુપ્રીમ કોર્ટે રાજ્ય સરકારની ઝાટકણી કાઢી હતી. એ પછી હવે દિલ્હી સરકારે દિલ્હીની તમામ સ્કૂલોને નવો આદેશ ના થાય ત્યાં સુધી બંધ કરવાની જાહેરાત કરી છે.દિલ્હી સરકારના પર્યાવરણ મંત્રી ગોપાલ રાયે કહ્યુ હતુ કે, પોલ્યુશનના સ્તરને જાેતા તમામ સ્કૂલોને બંધ કરવાનુ નક્કી કરાયુ છે.

ઉલ્લેખનીય છે કે, સુપ્રીમ કોર્ટે દિલ્હી સરકારની ઝાટકણી કાઢતા કહ્યુ હતુ કે, જાે પુખ્ત વયના લોકોને ઘરમાંથી કામ કરવાની પરવાનગી છે તો બાળકોને સ્કૂલે કેમ બોલાવવામાં આવી રહ્યા છે.

જણાવી દઈએ કે દિલ્હી સરકારે ૨૯ નવેમ્બરથી દિલ્હીમાં સ્કૂલો ખોલી હતી. સુપ્રીમ કોર્ટે આજે સુનાવણી દરમિયાન દિલ્હી એનસીઆરમાં પોલ્યુશન પર ટિપ્પણી કરતા કહ્યુ હતુ કે, પોલ્યુશન વધી રહ્યુ છે અને કોઈ કાર્યવાહી થઈ રહી નથી.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.