Western Times News

Gujarati News

LRD-PSIના ઉમેદવારોની શારિરીક કસોટી શરૂ થઈ ગઈ

File

ગાંધીનગર, રાજ્યમાં એલઆરડી અને પીએસઆઈના ઉમેદવારોની શારીરિક કસોટી આજથી શરૂ થનાર છે. આજે એલઆરડી-પીએસઆઈની શારીરિક કસોટી યોજાશે. પરંતુ ૧૫ને બદલે ૮ ગ્રાઉન્ડ પર જ પરીક્ષા યોજાશે.

કમોસમી વરસાદને પગલે ૬ ગ્રાઉન્ડ પરની કસોટી મોકૂફ રાખવામા આવી છે. એક ગ્રાઉન્ડ પર એક દિવસમાં ૧૨૦૦ થી ૧૫૦૦ ઉમેદવારોની શારીરિક કસોટી લેવાશે, જે જાન્યુઆરી સુધી ચાલશે. ગુજરાતમાં આજથી એલઆરડી અને પીએસઆઈના ઉમેદવારોની શારીરિક પરીક્ષાનો પ્રારંભ થશે. રાજ્યના ૯ લાખ ૩૨ હજાર ઉમેદવારો શારીરિક કસોટી આપવાના છે.

એક ગ્રાઉન્ડ પર એક દિવસમાં ૧૨૦૦ થી ૧૫૦૦ ઉમેદવારોની શારીરિક પરીક્ષા લેવામાં આવશે. શારીરિક પરીક્ષા જાન્યુઆરી મહિના સુધી ચાલશે. એલઆરડી અને પીએસઆઈ બંને ભરતી માટે એક જ શારીરિક દોડની પરીક્ષા લેવાશે.

કમોસમી વરસાદના કારણે રાજ્યના ૬ ગ્રાઉન્ડ પર એલઆરડી-પીએસઆઈની કસોટી મોકૂફ રખાઈ છે. રાજ્યમાં પોલીસ ભરતી માટે તૈયારી કરી રહેલા ઉમેદવારો સરકારી નોકરીની આશાએ પોલીસ કોન્સ્ટેબલની ભરતીની રાહ જાેઈ રહ્યા હતા.

ત્યારે ભરતીની જાહેરાત બહાર પડતાં જ ઉમેદવારોમાં ખુશીનો માહોલ છવાઇ ગયો હતો ત્યારે રાજ્યમાં કમોસમી વરસાદ વિઘ્ન બન્યો છે.

એલઆરડી ભરતી બોર્ડનાં ચેરમેન આઈપીએસ હસમુખ પટેલે માહિતી આપતી ટ્‌વીટ કરી કે, કમોસમી વરસાદને લીધે પોલીસ હેડ કવાર્ટર, ભરૂચ ખેડા સુરેન્દ્રનગર અમરેલી તથા એસઆરપીએફ ગૃપ-૧૧, વાવ-સુરત અને એસઆરપીએફ ગૃપ-૭, નડિયાદ એમ કુલ ૬ મેદાનો ખાતે પોસઇ/ લોકરક્ષકની તા.૦૩/૧૨/૨૦૨૧ અને તા.૦૪/૧૨/૨૦૨૧ ના રોજ લેવાનાર શારિરીક કસોટી મોકૂફ રાખવામાં આવેલ છે. નવી તારીખ હવે પછી જણાવવામાં આવશે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.