અમદાવાદમાં ૭પથી વધુ સ્થળોએ ઝાડ ધરાશાયી
જમાલપુર, શાહપુર, સોલા, માણેકબાગ સહિતના સ્થળો પર ધરાશાયી વૃક્ષોને ખસેડવાની કામગીરી |
(પ્રતિનિધિ) અમદાવાદ : અમદાવાદ શહેરમાં ગઈકાલે બપોર બાદ તોફાની પવન સાથે વરસાદ પડવાનો શરૂ થયો હતો રાત્રે મીની વાવાઝોડા જેવી સ્થિતિ સર્જાઈ હતી જેના પરિણામે શહેરમાં જનજીવન ઠપ થઈ ગયું હોય તેવા દ્રશ્યો જાવા મળતા હતા શહેરના રાજમાર્ગો નવલા નોરતામાં મોડી રાત સુધી ધમધમતા હોય છે ત્યારે ગઈકાલે તમામ રાજમાર્ગો સુમસામ ભાંસતા હતા તોફાની પવન અને વરસાદના કારણે વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી ગઈ હતી.
તોફાની પવનના કારણે અમદાવાદ શહેરમાં કુલ ૭પથી વધુ સ્થળોએ ઝાડ પડવાની ઘટનાઓ ઘટી હતી જેમાં કેટલીક વ્યક્તિઅોને ઈજાઓ પહોચી હોવાનું જાણવા મળી રહયું છે જયારે એક વ્યક્તિઅોને મોત નીપજયું છે આ ઉપરાંત કેટલાક સ્થળો પર વીજ થાંભલા પણ ધરાશાયી થયા છે અને આગની ઘટનાઓ પણ ઘટી હતી.
આ અંગેની વિગત એવી છે કે ગુજરાત પર કેન્દ્રીત થયેલી લો પ્રેશર સિસ્ટમના કારણે સાર્વત્રિક અને અવિરત રીતે વરસાદ વરસી રહયો છે જેના પરિણામે લીલા દુષ્કાળની દહેશત સેવાઈ રહી છે
બીજીબાજુ અવિરત વરસાદના કારણે નદીઓમાં પુર આવ્યા છે અને ડેમો પણ છલકાઈ ગયા છે. ઉત્તર ગુજરાતમાં ગઈકાલ મોડી સાંજથી ભારે વરસાદના પગલે અનેક લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે.
અમદાવાદ શહેરમાં ગઈકાલે ભારે વરસાદ અને તોફાની પવનના કારણે જનજીવન પર અસર પડી છે આ પરિસ્પતિતિમાં સતત બીજા દિવસે અમદાવાદ શહેરમાં ગરબા મહોત્સવના આયોજનો ખોરવાયા હતા.
અમદાવાદ શહેરમાં મોડી સાંજથી તોફાની પવન અને વરસાદ પડવાના કારણે નાગરિકો ગભરાયા હતા શહેરમાં પવનના કારણે શાહપુર, સોલા, નવરંગપુરા, માણેકબાગ, ગાયકવાડ હવેલી, ચાંદખેડા, શાહીબાગ, આસ્ટોડિયા સહિતના વિસ્તારોમાં વૃક્ષો વીજ થાંભલા અને હો‹ડગ્સો ધરાશાયી થવાની ઘટનાઓ ઘટી હતી. ગઈકાલ મોડી સાંજથી અમદાવાદ મ્યુનિ. કોર્પો.ના કંટ્રોલ રૂમમાં ફોનની ઘંટડીઓ સતત રણકતી હતી.
અમદાવાદ શહેરમાં ગઈકાલ મોડી સાંજથી તોફાની પવનના કારણે ૭પ થી વધુ સ્થળો પર ઝાડ ધરાશાયી થયા છે. માણેકબાગ પાસે વિશાળ ઝાડ ધરાશાયી થતા સર્વિસ રોડ પર વાહન વ્યવહાર ખોરવાઈ ગયો છે ત્યારે બીજીબાજુ નવરંગપુરા વિસ્તારમાં પ્રકાશ સ્કુલ પાસે એક તોતીંગ ઝાડ ધરાશાયી થતાં કેટલાક વાહનોને નુકશાન થયું હોવાનું જાણવા મળી રહયું છે.
લાલદરવાજા વિસ્તારમાં આવેલા જાણીતા ગણપતિ દાદાના મંદિર પાસે એક તોતીંગ વૃક્ષ મૂળિયા સાથે ધરાશાયી થતાં બાજુમાં આવેલા મકાનને વ્યાપક પ્રમાણમાં નુકશાન પહોચ્યું હતું. શહેરના ચાંદખેડા વિસ્તારમાં પ૦ વર્ષથી પણ જુનુ એક તોતીંગ વૃક્ષ ધરાશાયી થયું હતું જાકે સદ્નસીબે તેમાં કોઈને ઈજા પહોંચી ન હતી.
શહેરના જમાલપુર વિસ્તારમાં જગન્નાથ મંદિર પાસે આવેલી પોલીસ ચોકીની નજીક મોડી રાત્રે વિશાળ ઝાડ ધરાશાયી થતાં પોલીસ ચોકીની દિવાલને પણ નુકશાન થયું હતું જાકે કોઈને ઈજાઓ પહોચી ન હતી આ ઉપરાંત આસ્ટોડિયા પથ્થરવાળી મસ્જિદ પાસે આવેલુ તોતીંગ બેનર ધરાશાયી થતાં રીક્ષા પર પડયું હતું સદનસીબે રીક્ષામાં કોઈ નહી હોવાથી જાનહાની અટકી હતી.
બહેરામપુરા વિસ્તારમાં ઈલેકટ્રીક ડીપીમાં શોર્ટ સર્કિટ થવાથી આગ લાગી હતી જાકે તાત્કાલિક તેને કાબુમાં લઈ લેવામાં આવી હતી. વસ્ત્રાલ વિસ્તારમાં પણ એક સોસાયટીના કોમન પ્લોટમાં ઝાડ પડયું હતું પરંતુ કોઈ દુર્ઘટના ઘટી ન હતી. ગઈકાલે રાત્રે તોફાની પવનના કારણે ૭પથી વધુ વૃક્ષો ધરાશાયી થયા હતા જયારે કેટલાક વૃક્ષો નમી પડયા હતા અને તે જાખમી જાવા મળતા હતાં.
શહેરના શાહીબાગ વિસ્તારમાં રેલવે કોલોની પાસે આજે સવારે સવા છ વાગ્યાની આસપાસ એક વ્યÂક્ત મો‹નગ વોક માટે નીકળ્યા હતા ત્યારે અચાનક જ ઝાડ ધરાશાયી થતાં તેમને માથાના ભાગે ગંભીર ઈજાઓ થતાં તેમનું મોત નીપજયું હતું.
શહેરમાં ઝાડ પડવાની સંખ્યાબંધ ઘટનાઓ બાદ મ્યુનિ. તંત્ર સફાળુ જાગ્યુ છે અને સવારથી જ કોર્પોરેશનના કર્મચારીઓની જુદી જુદી ટીમો બનાવી ધરાશાયી ઝાડોને કાપીને હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. આ ઉપરાંત ધરાશાયી થયેલા વીજ થાંભલાઓની મરામતનું કામ પણ શરૂ કરવામાં આવ્યું છે.
મ્યુનિ. કોર્પો. દ્વારા જાખમી બનેલા વૃક્ષોનો સર્વે પણ શરૂ કરવામાં આવ્યો છે અને આવા વૃક્ષોને પણ ઉતારી લેવાની કાર્યવાહી કરવામાં આવે તેવુ જાણવા મળી રહયું છે ગઈકાલે રાત્રે તોફાની પવન બાદ સર્જાયેલી પરિસ્થિતિને પહોચી વળવા સવારથી જ મ્યુનિ. કોર્પો.ના અધિકારીઓ સજ્જ બનેલા છે.