Western Times News

Gujarati News

ચીખલીમાં માં-કાર્ડની કામગીરી પાંચ દિવસથી બંધ

File Photo

ધેજ, મા- કાર્ડની યોજના Maa Card Yojana અંતર્ગત ગંભીર બિમારીમાં પાંચ લાખ રૂપિયા સુધીની સારવાર વિનામુલ્યે નિયત કરાયેલ ખાનગી હોસ્પિટલમાં Private Hospital થાય છે સરકારની ઉપરોકત યોજના ગરીબ- મધ્યમ વર્ગના પરિવારના લોકો માટ ગંભીર બિમારીના સમયે આશીર્વાદરૂપ સમાન છે. નવસારી જિલ્લામાં હાલે નવસારી ઉપરાંત ચીખલી અને જલાલપોર તાલુકાના એમ ત્રણેક તાલુકામાં મા- કાર્ડ કાઢી આપવાની કામગીરી કરવામાં આવી રહી છે.

ચીખલી રેફરલ હોસ્પિટલમાં કેમ્પસમાં Chikhli referel hospital THO ટી.એચ.ઓ. કચેરીના મા-કાર્ડની કામગીરી કરનાર ખાનગી એજન્સીના ઓપરેટર છેલ્લા પાંચેક દિવસથી કચેરીમાં ન ફરકતા લોકોને ભારે હાલાકી વેઠવાની નોબત આવી છે. ચીખલીમાં ચીખલી ઉપરાંત વાંસદા Vansda અને ખેરગામ Khergam તાલુકાના લોકો પણ મા – કાર્ડ માટે આવે છે અને આ ત્રણેય તાલુકાના લોકોનો મદાર ચીખલીની કચેરીમાં જ રાખવો પડે છે. આ ત્રણેય તાલુકા વચ્ચે આ એક જ કેન્દ્ર કાર્યરત છે ત્યારે છેલ્લા પાંચ દિવસથી ચીખલીમાં મા-કાર્ડ કાઢવાની કામગીરી ઓપરેટરની ગેરહાજરીને પગલે બંધ થઈ જવા પામી છે.

મા-કાર્ડ માટે ગ્રામ્ય વિસ્તારમાં આવતા લોકોએ કચેરીના દરવાજા ઉપર લગાવેલી સૂચનો વાંચીને પરત જવાની નોબત આવતા ધકકા ખાવા પડે છે ગંભીર બિમારી અને તાત્કાલિક સારવારની જરૂર હોય તેવામાં મા-કાર્ડની તાતી જરૂરિયાત ઉભી થવાના સંજાગોમાં ગરીબ મધ્યમ વર્ગના પરિવારોની હાલત કફોડી બની છે. સરકારની યોજના કાર્યરત હોવા છતાં સરકાર મા-કાર્ડ ન મળવાના કારણે કોઈ દર્દી સારવાર અને યોજનાના લાભથી વંચિત રહી જાય તેવી સ્થિતિ સર્જાવા પામી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.