Western Times News

Gujarati News

દિલ્હીથી કેરલ સુધી તીવ્ર ગરમીનો કહેરઃ બેનાં મોત

હજુ પાંચ દિવસ અસહ્ય ગરમી પડવાની આગાહી

(એજન્સી)નવી દિલ્હી, મેદાની વિસ્તારોથી દક્ષિણ ભારત સુધી પ્રચંડ ગરમી પડી રહી છે. ઘણા રાજ્યોમાં લૂનો કહેર જોવા મળી રહ્યો છે. યૂપી બિહારથી માંડીને પશ્વિમ બંગાળ સુધી લૂનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તો બીજી તરફ કેરલમાં ભારે ગરમીની ચપેટમાં આવી જતાં બે લોકો બિમાર થઇ ગયા અને તેમનું મોત નિપજ્યું છે. મહારાષ્ટ્રની વાત કરીએ તો બીજી તરફ સોલાપુરમાં પારો ૪૩ ડિગ્રી સેલ્સિયસને પાર જતો રહ્યો અને સૌથી ગરમ દિવસનો રેકોર્ડ નોધાયો છે. આ દરમિયાન કેટલીક જગ્યાઓ પર વરસાદના અણસાર છે.

સ્કાઇમેટ વેધર રિપોર્ટ અનુસાર આગામી ૪૮ કલાકમાં લદ્દાખ, જમ્મૂ કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ગિલગિટ-બાલ્ટિસ્તાન અને મુજફ્ફરબાદના ઘણા સ્થળો પર હળવાથી મધ્યમ વરસાદ અને હિમવર્ષાની સંભાવના છે.

આ ઉપરાંત આજે જમ્મૂ કાશ્મીર, ગિલગિટ-બાલ્ટિસ્તાન, મુજફ્ફરબાદ અને હિમાચલ પ્રદેશના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ અને હિમવર્ષા થઇ શકે છે. તો બીજી તરફ ઉત્તરાખંડમાં હળવા વરસાદની સંભાવના છે. અરૂણાચલ પ્રદેશમાં પણ હળવાથી મધ્યમ વરસાદ અને હિમવર્ષાની સંભાવના છે.

ઉત્તર-પૂર્વ ભારતમાં પણ એક-બે જગ્યાએ છૂટાછવાયા હળવા વરસાદની સાથે મધ્યમ વરસાદ પડી શકે છે. વિદર્ભ, મરાઠવાડા, છત્તીસગઢ, તેલંગાણા અને દક્ષિણ ઓડિશાના ભાગોમાં વરસાદ અને વાવાઝોડાની સંભાવના છે. તો બીજી તરફ પંજાબના ઉત્તરીય ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદ અને ગાજવીજ સાથે છૂટાછવાયા કરા પડી શકે છે.

ઉત્તર હરિયાણા અને ઉત્તર-પશ્ચિમ રાજસ્થાનમાં હળવો વરસાદ અને તોફાન થવાની શક્યતા છે. કેરળમાં પણ હળવો છૂટોછવાયો વરસાદ પડી શકે છે.
કેરળમાં આકરી ગરમીના કારણે એક મહિલા સહિત બે લોકોના મોત થયા છે. આ બંને ઘટના કન્નુર અને પલક્કડમાં બની હતી. હવામાન વિભાગે ચેતવણી આપી છે કે આગામી પાંચ દિવસ સુધી ૧૨ જિલ્લાઓમાં તાપમાન મહત્તમ રહેશે.

પલક્કડ જિલ્લાના એલાપુલી ગામમાં રવિવારે એક ૯૦ વર્ષીય મહિલાની નહેરમાંથી મૃત હાલતમાં મળી આવી હતી. ઘરની બહાર આવ્યા બાદ ભારે ગરમીની ચપેટમાં આવી ગઇ હતી. આ દરમિયાન કન્નુર જિલ્લામાં, એક ૫૩ વર્ષીય વ્યક્તિનું રવિવારે વહેલી સવારે ખાનગી હોસ્પિટલમાં મૃત્યુ થયું હતું. તડકાની ઝપેટમાં આવી જતાં તેને ત્યાં સારવાર આપવામાં આવી રહી હતી.

મહારાષ્ટ્રના ઘણા વિસ્તારોમાં રવિવારે તાપમાન ૪૦ ડિગ્રી સેલ્સિયસને પાર કરી ગયું હતું. આ સિવાય સોલાપુરમાં તાપમાનનો પારો ૪૩.૭ ડિગ્રી સેલ્સિયસ પર પહોંચી ગયો હતો અને તે સૌથી ગરમ સ્થળ બન્યું હતું. અહીં તાપમાન સામાન્ય કરતા ૨.૩ ડિગ્રી સેલ્સિયસ વધુ નોંધાયું હતું. રાયગઢ, મુંબઈ અને થાણે માટે હીટ વેવની ચેતવણી જાહેર કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર લઘુત્તમ તાપમાન પણ સામાન્ય કરતા ૧.૪ ડિગ્રી સેલ્સિયસ વધીને ૨૭.૬ ડિગ્રી સેલ્સિયસ પર પહોંચી ગયું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.