Western Times News

Gujarati News

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનું હેલિકોપ્ટર હવામાં ફંગોળાયું (જૂઓ વિડીયો)

(એજન્સી)બેગુસરાય, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનું હેલિકોપ્ટર સોમવારે જીડી કોલેજ, બેગુસરાયથી ટેકઓફ કરતી વખતે ભારે પવનના દબાણ હેઠળ ફંગોળાઈ ગયું હતું. હેલિકોપ્ટર પટના તરફ પશ્ચિમ તરફ ઊડવાનું હતું, પરંતુ હેલિકોપ્ટર ઊપડતાંની સાથે જ એ પશ્ચિમ તરફ જવાને બદલે પૂર્વ તરફ ફંગોળાઈ ગયું હતું. Home Minister #AmitShah Has A Narrow Escape As Chopper Briefly Loses Control In #Bihar

આ પછી હેલિકોપ્ટર ઉપર ઊડવાને બદલે લગભગ બે ફૂટ નીચે આવી ગયું, પરંતુ પાઇલટે એને કાબૂમાં રાખ્યું. આ પછી પશ્ચિમ તરફ સીધી ઉડાન ભરી શક્યું હતું. કેન્દ્રીય ગૃહમંત્રી છેલ્લા એક સપ્તાહમાં બીજી વખત બિહારની મુલાકાતે ગયા હતા અને ત્યાં તેમણે ચૂંટણીસભાઓને સંબોધી હતી. બેગુસરાયમાં અચાનક જ ટેકઓફ વખતે હેલિકોપ્ટર ફંગોળાવા લાગ્યું હતું

પરંતુ ગણતરીની સેકન્ડોમાં જ પાયલોટે હેલિકોપ્ટર પર કાબૂ મેળવી લીધો હતો. જેના પરિણામે ગંભીર દુર્ઘટના ટળી હતી. આ દૃશ્ય નીહાળી અધિકારીઓ પણ ચિંતિત બન્યા હતા. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સોમવારે બેગુસરાઈ અને ઝાંઝરપુરમાં ચૂંટણી રેલીઓને સંબોધન કર્યું હતું. શાહ લગભગ ૩ કલાક બિહારમાં રહ્યા હતા. બેગુસરાઈમાં શાહે કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહ માટે વોટ માગ્યા.

તેમણે કહ્યું હતું કે જ્યારથી ચારા ચોરનારાઓની સરકાર બિહારમાંથી નીકળી છે ત્યારથી વિકાસ થઈ રહ્યો છે. જો આ લોકો સરકાર બનાવશે તો તેઓ શરિયા કાયદો લાગુ કરશે. આ પહેલાં મધુબનીના ઝાંઝરપુરમાં સભામાં તેમણે જનતાને પૂછ્યું હતું કે તમે લોકો કહો કે શું લાલુ, રાહુલ અને મમતા વડાપ્રધાન બનવા લાયક છે?

જો ભૂલથી તમે લોકો તેમની સરકાર બનાવશો તો તેઓ એક વર્ષ સુધી પીએમ રહેશે. આ તેમની વચ્ચે થયેલો સોદો છે. શાહે કહ્યું હતું કે લાલુજીએ ઘાસચારો, શિક્ષણ અને રેલવેની જમીનમાં પણ કૌભાંડ કર્યાં છે. લાલુનું એકમાત્ર લક્ષ્ય તેમના પુત્રને મુખ્યમંત્રી બનાવવાનું છે. સોનિયા ગાંધીનું એકમાત્ર લક્ષ્ય તેમના પુત્રને પીએમ બનાવવાનું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.