Western Times News

Gujarati News

બાંગ્લાદેશની કોર્ટે છ વિધાર્થીના હત્યાના કેસમાં ૧૩ લોકોને ફાંસી અને ૧૯ને આજીવન કેદની સજા સંભળાવી

ઢાકા, બાંગ્લાદેશની એક કોર્ટે ૧૩ લોકોને મૃત્યુદંડની અને ૧૯ અન્ય લોકોને આજીવન કેદની સજા સંભળાવવી હતી ૧૦ વર્ષ પહેલાં રાજધાનીની બહારના વિસ્તારમાં લૂંટારાઓ દ્વારા છ વિદ્યાર્થીઓની લિંચિંગ કરવા બદલ આ સજા ફટકારી હતી. ઢાકાના બીજા અધિક જિલ્લા અને સત્ર ન્યાયાધીશ ઈસ્મત જહાંએ તેમને ફાંસી આપવાનો ચુકાદો આપ્યો હતો.

ન્યાયાધીશે કહ્યું કે દરેક દોષિતને ૨૦,૦૦૦ રૂપિયાનો દંડ પણ ભરવો પડશે. અન્ય ૧૯ લોકોને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે. દરેકને દસ હજાર રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે. કુલ ૬૦ લોકો પર હત્યાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. ત્રણ લોકોના નામ ચાર્જશીટમાંથી કાઢી નાખવામાં આવ્યા હતા કારણ કે તેઓ ટ્રાયલ દરમિયાન મૃત્યુ પામ્યા હતા.

ફરિયાદ પક્ષના વકીલોએ જણાવ્યું હતું કે ૫૭માંથી ૪૦ આરોપીઓ જેલમાં હતા અને એક જામીન પર બહાર હતો જ્યારે બાકીના પર ભાગેડુ તરીકે કેસ ચલાવવામાં આવ્યો હતો. જજે તેમાંથી ૨૫ને નિર્દોષ જાહેર કર્યા હતા. આ મામલો ૧૮ જુલાઈ, ૨૦૧૧ના રોજ શબ-એ-બારત તહેવારની રાત્રિનો છે જ્યારે ઢાકાની વિવિધ શાળાઓ અને કોલેજાેમાં અભ્યાસ કરતા સાત મિત્રો ઢાકાની બહારના અમીન બજાર બ્રિજ પર ગયા હતા.

આમાંથી છ વિદ્યાર્થીઓને સ્થાનિકોના એક જૂથે ર્નિદયતાથી માર માર્યો હતો. તેમણે વિદ્યાર્થીઓ પર લૂંટારા હોવાનો આરોપ લગાવ્યો. હુમલામાં એકમાત્ર બચી ગયેલા ૩૨ વર્ષીય અલ અમીને કહ્યું કે અમે તેને વારંવાર કહ્યું કે અમે વિદ્યાર્થીઓ છીએ, ડાકુ નથી, છતાં તેણે સાંભળ્યું નહીં. તમામ છ વિદ્યાર્થીઓ મારા નજીકના મિત્રો હતા અને ઢાકાની જુદી જુદી કોલેજાેમાં અભ્યાસ કરતા હતા.

આ ઘટના અંગે પોલીસે સાવર પોલીસ સ્ટેશનમાં ઓછામાં ઓછા ૫૦૦ અજાણ્યા ગ્રામજનોને દોષી ઠેરવતા કેસ નોંધ્યો હતો. ત્યારબાદ હાઈકોર્ટના આદેશ મુજબ એન્ટી ક્રાઈમ રેપિડ એક્શન બટાલિયનને તપાસ હાથ ધરવાનું કામ સોંપવામાં આવ્યું હતું. જાન્યુઆરી ૨૦૧૩માં આરએબીએ આ કેસમાં ૬૦ લોકો સામે ચાર્જશીટ દાખલ કરી હતી.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.