Western Times News

Gujarati News

નહેરુનગરથી સાણંદ-સાઉથ બોપલ સહિત ત્રણ નવા BRTS રૂટ શરૂ કરાશે

Files Photo

અમદાવાદ, શહેરીજનોમાં સ્વચ્છતા, ઝડપ અને નિયમિતતાના કારણે બીઆરટીએસ બ સર્વિસ દિન-પ્રતિદિન લોકપ્રિય બનતી જાય છે. આ લોકોપયોગી જાહેર પરિવહન સેવાનો તંત્ર દ્વારા વ્યાપ વધારવામાં આવશે, જેના કારણે શહેરના અન્ય વિસ્તારોને પણ બીઆરટીએસ સાથે સાંકળી લેવાશે.

અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનના સ્ટેન્ડિંગ કમિટીના પૂર્વ ચેરમેન એવા મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના હસ્તે આવતી કાલથી બીઆરટીએસના ૧.૪૦ લાખથી વધુ પેસેન્જરો માટે ત્રણ નવા રૂટ શરૂ કરાશે, જેમાં નહેરુનગરથી સાણંદ સર્કલ, નહેરુનગરથી સાઉથ બોપલ અને મણિનગરથી એરપોર્ટનો સમાવેશ થાય છે.

બીઆરટીએસ સત્તાવાળાઓ આવતીકાલ નહેરુનગરથી કર્ણાવતી ક્લબ, પ્રહલાદનગર ક્રોસ રોડ, મકરબા રોડ, મકરબા રોડ થઇને સાણંદ સક્લ સુધીન નવો રૂટ શરૂ કરશે. ઉપરાંત સત્તાવાળાઓ નહેરુનગરથી સોબો સેન્ટર, સુખાસન ચાર રસ્તા થઇને સાઉથ બોપલ બીઆરટીએસ ટર્મિનસ સુધીના નવા રૂટને પણ મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના હસ્તે લીલીઝંડી અપાશે.

આવતીકાલથી મણિનગરથી એરપોર્ટ સુધીનો ગીતા મંદિર, કાલુપુર અને સિવિલ હોસ્પિટલ થઇને નવો રૂટ શરૂ થવાનો છે. આ ઉપરાંત વાસણાથી નરોડા ગામ જતા બીઆરટીએસ રૂટને આવતીકાલથી છ કિમી સુધી લંબાવાયો છે. હવે આ બસ મુક્તિધામ નરોડા, હરિદર્શન ચાર રસ્તા, સ્વામિનારાયણ પાર્ક, સ્થાપત્ય એલિગન્સ થઇને હંસપુરા રિંગરોડ જશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.