રાજ્યના ૧૧૯ જળાશયો છલકાયા : ૫૪ જળાશયો ૭૦ થી ૧૦૦ ટકા ભરાયા

Files Photo
સરદાર સરોવર ડેમમાં કુલ સંગ્રહશક્તિના ૯૮.૬૭ ટકા જળ સંગ્રહ |
રાજ્યમાં ચોમાસાની ઋતુ દરમિયાન કુલ ૨૦૪ જળાશય-ડેમમાંથી ૧૧૯ જળાશયો ૧૦૦ ટકાથી વધુ ભરાયા છે એટલે કે છલકાયા છે. જ્યારે ૫૪ જળાશયો ૭૦ થી ૧૦૦ ટકા વચ્ચે ભરાયા છે. સરદાર સરોવર જળાશય તેની કુલ સંગ્રહશક્તિના ૯૮.૬૭ ટકા ભરાયો છે તેમ, રાજ્યના જળ સંપત્તિ વિભાગ, ગાંધીનગરના તા.૧ ઓકટોબર-૨૦૧૯ના સવારે ૮.૦૦ કલાક સુધીના અહેવાલમાં જણાવાયું છે.
આ ઉપરાંત ઉત્તર ગુજરાતના ૧૫ જળાશયોમાં હાલની સ્થિતિએ ૬૭.૦૦ ટકા, મધ્ય ગુજરાતના ૧૭ જળાશયોમાં ૯૭.૩૪ ટકા, દક્ષિણ ગુજરાતના ૧૩ જળાશયોમાં ૯૮.૬૯ ટકા, કચ્છના ૨૦ જળાશયોમાં ૭૬.૭૮ ટકા તેમજ સૌરાષ્ટ્રના ૧૩૯ જળાશયોમાં ૯૦.૯૮ ટકા આમ રાજયમાં કુલ-૨૦૪ જળાશયોમાં ૯૨.૯૨ ટકા પાણીનો જથ્થો સંગ્રહાયેલો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ગત વર્ષે આજ દિવસે એટલે કે ૧ ઓકટોબર-૨૦૧૮ની સ્થિતિ માત્ર ૫૪.૯૦ ટકા પાણીનો જથ્થો સંગહાયેલો હતો.
રાજ્યમાં હાલમાં સરદાર સરોવર ડેમમાં ૧,૭૪,૫૮૮ કયુસેક, ઉકાઇમાં ૧,૨૭,૪૦૫ કયુસેક તેમજ અન્ય ૯ જળાશયોમાં ૬૮,૦૦૭ થી ૧૦,૦૦૦ ક્યુસેક પાણીની આવક જ્યારે ૫૪ જળાશયોમાં ૯,૭૮૬ થી ૧,૦૦૦ ક્યુસેક પાણીની આવક થઇ રહી છે તેમ અહેવાલમાં વધુમાં જણાવાયું છે.