થવા કોલેજનુ ગૌરવ: બોક્સિંગમા ગોલ્ડ મેડલ મેળવતી પરમજીત રાઠોડ

(પ્રતિનિધિ) ભરૂચ, ભરૂચ જીલ્લાના નેત્રંગ તાલુકાના થવા કોલેજ મા અભ્યાસ કરતી એક દિકરી એ યુનિવર્સિટી કક્ષાએ યોજાયેલી બોક્સિંગની સ્પર્ધા મા ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરી થવા કોલેજ નુ ગૌરવ વધારતા વિદ્યાર્થી આલમ સહિત કોલેજ પરીવાર મા આનંદ ની સાથે ગૌરવની લાગણી ફરી વળી છે.
નેત્રંગ તાલુકા ના થવા ખાતે આવેલ નુતન ગ્રામ વિદ્યાયાપીઠ કોલેજ મા બી.આર.એસ વિભાગ મા બીજા વર્ષમા અભ્યાસ કરતી રાઠોડ પરમજીતે તા. ૨૭, ૨૮ નવેમ્બર ૨૦૨૧ બે દિવસ દરમ્યાન વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવરસીટી સુરત ખાતે યોજાયેલ બોક્સિંગ સ્પર્ધા મહિલા વિભાગ મા ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરી થવા બી.આર.એસ કોલેજનુ તેમજ નેત્રંગ તાલુકા નુ ગૌરવ વધારતા આનંદ લાગણી ફરી વળી છે.
રાઠોડ પરમજીત એક ગરીબ પરીવાર મા થી આવતી આ દિકરી છેલ્લા ચાર વર્ષ થી થવા એકલવ્ય સાધના ઉતર બુનિયાદી આશ્રમ શાળા મા રહીને અભ્યાસ કયાઁ તેમજ બે વર્ષ થી થવા કોલેજ મા અભ્યાસ કરી રહી છે. પરમજીત રાઠોડે અત્યાર સુધી મા નવ જેટલી સ્કુલ ગ્રેમ નેશનલ રમી છે.ખેલ મહાકુંભ મા છેલ્લા પાંચ વર્ષ થી રાજયકક્ષાએ પ્રથમ કમ પ્રાપ્ત કરેલ છે.