Western Times News

Gujarati News

ચૂંટણી સાહિત્ય મૂકવા પર નિયંત્રણ આદર્શ આચારસંહિતાનું પાલન કરવા આદેશ

(માહિતી) વડોદરા , ગુજરાત રાજય ચૂંટણી આયોગ દ્વારા ગ્રામપંચાયતની સામાન્ય/ વિભાજન/ મધ્યસત્ર/ પેટા ચૂંટણી-૨૦૨૧ અંતર્ગત વડોદરા જિલ્?લામાં તા.૧૯/૧૨/૨૦૨૧ને રવિવારના રોજ સવારે ૭ થી સાંજે ૬ વાગ્યા સુધી મતદાન અને તા.૨૧ ડિસેમ્બર-૨૦૨૧ને મંગળવારના રોજ મતગણતરી થશે.

વડોદરા શહેર પોલીસ કાર્યક્ષેત્ર વિસ્તારમાં યોજાનાર ગ્રામ પંચાયતની ચૂંટણી પ્રક્રિયા દરમિયાન રાજકીય પક્ષો/ઉમેદવારો દ્વારા જાહેર માર્ગની બંને બાજુ વાહન વ્યવહારથી ધમધમતા ચાર રસ્તા, શેરીઓ, નાકા, જાહેર માર્ગ, માલિકીના વાહનો, કમ્પાઉન્ડ વોલ વગેરે પર વિશાળ પોસ્ટર્સ, બેનર્સ, રાજકીય અગ્રણીઓના કટ-આઉટ ઉભા કે પ્રદર્શિત કરવા કે સરકારી અથવા

સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાના મકાનો, વિજળી-ટેલિફોનના થાંભલા જેવી સરકારી મિલ્કતો સહિત તમામ પ્રકારની વિશાળ જગ્યાઓએ વિશાળ કમાનો, દરવાજા, જાહેરાત, પાટીયા, બેનર્સ, કમાનદો, પોસ્ટર્સ, પેમ્પલેટ, જાહેરાતના પાટીયા, ધજા-પતાકા, ભીંતચિત્રો ઉભા કરવા કે મૂકવાથી ટ્રાફિક સમસ્યાઓ થઇ શકે છે.

ભારતીય ચૂંટણી પંચે નકકી કરેલ આચારસંહિતા મુજબ, ચૂંટણી સાહિત્ય પર નિયંત્રણ મૂકવા વડોદરા શહેર પોલીસ કમિશનરે ક્રિમિનલ પ્રોસીજર કોડ-૧૯૭૩ની કલમ-૧૪૪થી મળેલ સત્તાની રૂઇએ વડોદરા શહેર કાર્યક્ષેત્ર વિસ્તારમાં આવેલા વડોદરા તાલુકાના સયાજીપુરા, અનગઢ, ધનોરા, બાજવા, ખલીપુર, મારેઠા, કોટણા, નંદેસરી, તલસટ, સાંકરદા, દામાપુરા ગામોની ગ્રામ પંચાયતની ચૂંટણી હેઠળ વિસ્તારમાં ચૂંટણીના સંદર્ભે ચૂંટણીલક્ષી પ્રતિબંધ ફરમાવ્યો છે.

ચૂંટણીલક્ષી પોસ્ટર, કટ આઉટ, હોર્ડીંગ્સ, બેનર્સ, દરવાજા, કમાનો, પોસ્ટર્સ, પેમ્પલેટ, જાહેરાતના પાટિયા, ધજા-પતાકા, પૂંઠા-પત્રિકારઓ વગેરે મૂકી શકાશે. નહિ. કોઇપણ રાજકીય પક્ષો, ઉમેદવારો, સંસ્?થા અથવા વ્?યકિત દ્વારા કટઆઉટ, હોર્ડિંગ્?સ, બેનર્સ, તોરણો, ધ્?વજ, પતાકા વિગેરે કોઇપણ જાહેર જગ્?યાએ તેમજ જાહેર રસ્?તા ઉપર મૂકી શકશે નહીં.

કોઇપણ સરકારી મકાન, પીએસયુ, સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓના મકાનની દિવાલ પર ચૂંટણીલક્ષી વિવિધ પ્રકારના સાહિત્ય મૂકી કે પ્રદર્શિત કરી શકાશે નહીં. જાે કટઆઉટ, હોર્ડિંગ્?સ વિગેરે ખાનગી મિલ્?કતની જગ્?યાએ મૂકવામાં આવે તો કોઇપણ રાજકીય પક્ષ, ઉમેદવાર અથવા કોઇ વ્?યકિતએ કોઇપણ ખાનગી સ્?થળે કટઆઉટ, પાટિયા, બેનર્સ વિગેરે મૂકતા પૂર્વે જે તે જગ્?યાના માલિકની લેખિત મંજૂરી મેળવવાની રહેશે.

મિલકતને કાયમી-હંગામી નુકશાન કરે તેમજ સરળતાથી કાઢી શકાય તેમ ન હોય તેવા ચૂંટણીલી લખાણ, પોસ્ટર્સ, ભીંતચિત્રો મિલકત માલિકની સંમતિ હોય તો પણ મૂકી શકાશે નહિ. આ હુકમનો અમલ તા.૨૧ ડિસેમ્બર-૨૦૨૧ સુધી અમલમાં રહેશે. આ હુકમનો કોઇ રાજકીય પક્ષ, ઉમેદવાર તથા કોઇ વ્?યકિત દ્વારા આ નિયમોનો ભંગ કરી ચૂંટણીલક્ષી કટ આઉટ, જાહેરાત પાટિયા અથવા બેનર્સ પ્રદર્શિત કરવામાં આવશે તો તે ભારતીય દંડ સંહિતાની કલમ-૧૮૮ મુજબ દંડને પાત્ર ઠરશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.