રેલવે ટિકિટ ચેકિંગ સ્ટાફ દ્વારા 48281 કેસમાંથી કુલ રૂ. 3.19 કરોડની આવક થઈ

નવેમ્બર 2021માં 3.19 કરોડની આવક મેળવીને રેકોર્ડ બનાવ્યો અમદાવાદ મંડળના ટિકિટ ચેકિંગ સ્ટાફની નોંધપાત્ર કામગીરી
પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળના કોમર્શિયલ વિભાગના ટિકિટ ચેકિંગ સ્ટાફ દ્વારા નવેમ્બર 2021માં લક્ષ્યાંક કરતાં 240% વધુ 3.19 કરોડ રૂપિયાની આવક મેળવીને રેકોર્ડ બનાવ્યો છે.
મંડળ રેલ પ્રવક્તાએ માહિતી આપતા જણાવ્યું કે મંડળના ટિકિટ ચેકિંગ સ્ટાફ દ્વારા ટિકિટ વગર, અનિયમિત ટિકિટ ધારક અને અનધિકૃત વેચાણકર્તાઓના 48281 કેસમાંથી કુલ રૂ.3.19 કરોડની આવક થઈ છે. જે એક નોંધપાત્ર સિદ્ધિ છે. દિવાળીના તહેવાર દરમિયાન અનિયમિત ટિકિટ ધારકોની સંખ્યામાં વધારો જોવા મળ્યો હતો.
જેના પરિણામે, કોમર્શિયલ વિભાગના અધિકારીઓની દેખરેખ હેઠળ મંડળના વિવિધ સ્થળોએ ખાસ ટિકિટ ચેકિંગ ડ્રાઇવ હાથ ધરવામાં આવી હતી જેના કારણે નવેમ્બર મહિનામાં મંડળે અત્યાર સુધીની સૌથી વધુ આવક મેળવીને રેકોર્ડ સર્જ્યો છે.
મંડળના તમામ ટિકિટ ચેકિંગ સ્ટાફ દ્વારા નવેમ્બર મહિના દરમિયાન પ્રશંસનીય કામગીરી કરવામાં આવી છે. જેમાંથી શ્રેષ્ઠ કામગીરી કરનારા કર્મચારીઓ નીચે મુજબ છે:-
1.શ્રી સાજી ફિલિપ્સ (સી.ટી.આઈ ) – 2349 કેસ અને રકમ રૂ. 18.29 લાખ
2. શ્રી વાય સી ગુર્જર (ડેપ્યુટી.સી.ટી.આઈ) – 2808 કેસ અને રકમ રૂ. 15.99 લાખ
3. શ્રી કમલ સિંહ (ડેપ્યુટી સી.ટી.આઈ) – 2372 કેસ અને રકમ રૂ. 15.71 લાખ
4. શ્રી બળવંત સિંહ (ડેપ્યુટી સી..ટી.આઈ ) – 2386 કેસ અને રૂ. 13.83 લાખ
5. શ્રી નીરજ મહેતા (ડેપ્યુટી સી.ટી.આઈ) – 1252 કેસ અને રકમ રૂ. 10.35 લાખ
6. શ્રી સીતારામ રાયગર (ડેપ્યુટી સી.ટી.આઈ) -1552 કેસ અને રકમ રૂ.10.26 લાખ