Western Times News

Gujarati News

દેશનો ખજાનો ઘટ્યો, વિદેશી રોકાણકારો રૂપિયા ઉપાડી રહ્યા છે

પ્રતિકાત્મક

નવી દિલ્હી, દેશનું ફોરેન એક્સચેન્જ રિઝર્વ ૨૬ નવેમ્બરના રોજ પૂરા થયેલા સપ્તાહમાં $૨.૭૧૩ બિલિયન ઘટીને $૬૩૭.૬૮૭ બિલિયન થયું છે. રિઝર્વ બેંક દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર, અગાઉના સપ્તાહમાં વિદેશી મુદ્રા ભંડાર $૨૮૯ મિલિયન વધીને $૬૪૦.૪૦૧ બિલિયન થઈ ગયો હતો.

આ સિવાય ૩ સપ્ટેમ્બર, ૨૦૨૧ના રોજ પૂરા થયેલા સપ્તાહમાં કરન્સી રિઝર્વ $૬૪૨.૪૫૩ બિલિયનના સર્વોચ્ચ સ્તરે પહોંચી ગયું હતું. જાહેર કરાયેલા રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના સાપ્તાહિક ડેટામાં જણાવાયું છે કે ૨૬ નવેમ્બરે પૂરા થયેલા રિપોર્ટિંગ સપ્તાહમાં વિદેશી મુદ્રા ભંડારમાં ઘટાડો થવાનું કારણ વિદેશી ચલણ અસ્કયામતોમાં ઘટાડો હતો, જે કુલ અનામતનો નોંધપાત્ર હિસ્સો બનાવે છે.

RBIના ડેટા અનુસાર, FCA સપ્તાહ દરમિયાન $૧.૦૪૮ બિલિયન ઘટીને $૫૭૪.૬૬૪ બિલિયન થઈ ગયું છે. ડૉલરમાં દર્શાવવામાં આવેલી વિદેશી ચલણ અસ્કયામતોમાં વિદેશી હૂંડિયામણ અનામતમાં રાખવામાં આવેલ યુરો, પાઉન્ડ અને યેન જેવી બિન-યુએસ કરન્સીની હિલચાલનો પણ સમાવેશ થાય છે. આ સમયગાળા દરમિયાન સોનાના ભંડારનું મૂલ્ય $૧.૫૬૬ બિલિયન ઘટીને $૩૮.૮૨૫ બિલિયન થયું છે.

રિપોર્ટિંગ સપ્તાહમાં ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ સાથે સ્પેશિયલ ડ્રોઇંગ રાઇટ્‌સ $૭૪ મિલિયન ઘટીને $૧૯.૦૩૬ બિલિયન થયા છે. ઈન્ટરનેશનલ મોનેટરી ફંડમાં દેશનું ચલણ અનામત ઇં૨૫ મિલિયન ઘટીને ઇં૫.૧૬૨ બિલિયન થઈ ગયું છે.

હાલમાં અનામત દોઢ વર્ષથી વધુ સમયની આયાત જરૂરિયાતોને પહોંચી વળવા માટે પૂરતી છે. વિશ્વભરની ઘણી મોટી બ્રોકિંગ એજન્સીઓએ કોવિડના દબાણ વચ્ચે ભારતના ઉચ્ચ ચલણ ભંડારને મોટી સુરક્ષા ગણાવી છે.

અર્થવ્યવસ્થામાં દબાણની વચ્ચે ભારતની રેટીંગમાં અસર ન પડવાનું મુખ્ય કારણ ફોરેક્સ રિઝર્વ પણ હતું. વર્ષ ૨૦૦૪માં ભારતનું વિદેશી મુદ્રા ભંડાર પ્રથમ વખત ૧૦૦ અબજ ડોલરને પાર થઈ ગયું હતું જ્યારે જૂન ૨૦૨૦ના પ્રથમ સપ્તાહમાં વિદેશી મુદ્રા ભંડાર ૫૦૦ અરબ ડોલરના સ્તરને પાર કરી ગયું હતું. ફોરેક્સ રિઝર્વ જૂનથી સતત ૫૦૦ અરબ ડોલરના સ્તરથી ઉપર રહ્યું છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.