Western Times News

Gujarati News

ગ્રામ પંચાયતોની ચૂંટણીને લગતા ભીતપત્રો, ચોપાનીયા, મુદ્રણ અને પ્રકાશન માટે અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા કેટલાક નિયંત્રણો મુકાયા

મહેસાણા, રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા ગ્રામ પંચાયતોની સામાન્ય તથા વિભાજન/ મધ્યસત્ર/ પેટા ચૂંટણીની-૨૦૨૧ તા.૨૨/૧૧/૨૦૨૧ના રોજ જાહેરાત થયેલ છે. તે મુજબ મહેસાણા જિલ્લામાં આ ચૂંટણી માટે મતદાન તા.૧૯/૧૨/૨૦૨૧ના રોજ યોજાનાર છે. આગામી ગ્રામ પંચાયતની ચુંટણીઓ અંતર્ગત અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી, ઈન્દ્રજીતસિંહ વાળાએ મહેસાણા જિલ્લામાં આવેલ મુદ્રણાલયોના મુદ્રકોને ઉકત આદેશની જાેગવાઈઓ નીચે મુજબની સૂચનાઓનું ચુસ્તપણે પાલન કરવા જણાવ્યું છે.

(૧) કલમ-૧૨૭ (૬)(૧)ની જાેગવાઈ મુજબ ચૂંટલીને લગતા ચોપાનીયા, ભીંતપત્રો કે અન્ય સામગ્રીનું છાપકામ કરવામાં આવે ત્યારે મુદ્રક પંક્તિમાં મુદ્રક અને પ્રકાશકના નામ અને સરનામા સ્પષ્ટ પર્ણ અવશ્ય દર્શાવવા. તેમજ આવા ભીતપત્ર, ચોપાનીયા કે અન્ય છાપકામ કરેલ સાહિત્યની છાપેલી પ્રતોની સંખ્યા પણ અચૂક દર્શાવવાની રહેશે.

(૨) ચૂંટણી સંબંધી કોઈપણ ચોપાનીયાં, અથવા ભીતપત્રો કે અન્ય સામગ્રીનું મુદ્રણ હાથ ધરતાં પહેલાં ઉક્ત કલમ-૧૨૭(ક)(૨)ની જાેગવાઈઓ મુજબ મુદ્રક રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા નકકી થયેલા આ સાથેના જાેડાણ-મુજબના ઠરેલ નમુનામાં પ્રકાશક પાસેથી એકરારપત્ર બે નકલમાં મેળવવાના રહેશે અને આ એકરારપત્ર ઉપર પ્રકાશકની તેમજ પ્રકાશકને અંગત રીતે ઓળખતી હોય તેવી બે વ્યક્તિની શાખ તરીકે સહીઓ કરવાની રહેશે.

મુદ્રકે પણ તે અધિકૃત કયા ર્ બદલ તેમાં સહી કરવી.(૩) મુદ્રકે છાપેલા ચુંટણીને લગતા ચોપાનીયા અથવા ભીંતપત્રો બાબતમાં નીચેની વિગતો તેના મુદ્રણના ત્રણ દિવસની અંદર સંયુક્ત રીતે નહીં પરંતુ અલગ અલગ રીતે કલેકટર અને જિલ્લા મેજિસ્ટ્રેટ કચેરી, મહેસાણાની ફોજદારી શાખાને મોકલી આપવી.

(અ) જાેડાણ— મુજબ પ્રકાશક પાસેથી મળેલ અને અધિકૃત કરાયેલ એકરારપત્રની એક નકલ. (બ) મુદ્રિત સામગ્રીની ત્રણ નકલો,(ક) આ સાથેના જાેડાણમાં મુદ્રકે છાપેલ મુદ્રણને લગતી માહિતી ભરી ને મુદ્રક તે સહી કરીને અધિકૃત કરી આપવી વધુમાં, ચૂંટણીને લગતુ ચોપાનીયુ અથવા ભીંતપત્ર એટલે ઉમેદવાર કે ઉમેદવારના જુથની ચૂંટણીની તકો વધારવા કે તેને પ્રતિકૂળ અસર પહોંચાડવા માટે વહેંચવામાં આવેલ કાંઈ છાપેલુ ચોપાનીયુ કે હેન્ડબીલ અથવા બીજુ, ત્રીજુ લખાણ અથવા ચૂંટણીને લગતુ ભીંતપત્ર એવો અર્થે થાય છે.

તેમજ, કલમ-૧૨૭ (૬)ની જાેગવાઈ અને આયોગની ઉક્ત સુચનાઓના કોઈપણ ઉલ્લંઘનને ખૂબ લાયસન્સ/ રજીસ્ટ્રેશન પણ રદ કરવા પગલાં લેવામાં આવશે. આ અંગેનો ભંગ થયેથી કલમ-૧૨૭(ક)(૪)ની જાેગવાઈ મુજબ છ માસ સુધીની કેદની અથવા રૂ?.૨૦૦૦/– સુધીના દંડની અથવા બંને શિક્ષાઓને પાત્ર ગુનો બનતો હોઈ આ જાેગવાઈ મુજબ મુદ્રણાલયની સામે યોગ્ય જણાયે કાનુની પગલાં ભરવાની કાર્યવાહી કરવાને પાત્ર થશે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.