Western Times News

Gujarati News

ભારતીયોમાં લોન લઈને ખરીદી કરવાનું ચલણ વધી રહ્યું છે

મુંબઇ, ભારતીયોમાં લોન લઈને ખરીદી કરવાનું ચલણ વધવા લાગ્યું છે. કોવિડના કારણે બચત પર અસર અને ક્રેડિટ કાર્ડ મેળવવાની સરળતાને કારણે આ ટ્રેન્ડ જાેવા મળ્યો છે. અહેવાલ મુજબ ઓક્ટોબર મહિના દરમિયાન એટલે કે છેલ્લી તહેવારોની સિઝન દરમિયાન ક્રેડિટ કાર્ડ દ્વારા ખરીદીમાં ૧૨ ટકાનો વધારો થયો છે, જ્યારે કોઈ એક મહિનામાં પ્રથમ વખત ક્રેડિટ કાર્ડ દ્વારા થતો ખર્ચ ૧ લાખ કરોડ રૂપિયાના સ્તરની નજીક પહોંચી ગયો છે.

ગત તહેવારોની સિઝનમાં, ભારતીયોએ ક્રેડિટ કાર્ડ દ્વારા ઘણી ખરીદી કરી છે. બ્રોકરેજ હાઉસના અહેવાલ મુજબ, માસિક કાર્ડ ખર્ચ ઓક્ટોબરમાં પ્રથમ વખત રૂ. ૧ લાખ કરોડને વટાવીને રૂ. ૧,૦૧,૨૦૦ કરોડ સુધી પહોંચ્યો હતો. અગાઉના મહિનાની સરખામણીમાં ૨૬ ટકાનો વધારો થયો છે.

ગત વર્ષના સમાન મહિનાની તુલનામાં ૫૬ ટકાની વૃદ્ધિ જાેવા મળી હતી. આ આંકડો મહામારી પહેલા એટલે કે ઓક્ટોબર ૨૦૧૯ની સરખામણીમાં ૧૯ ટકા વધ્યો છે. આ સમયગાળા દરમિયાન, દરેક ક્રેડિટ કાર્ડ પરનો સરેરાશ ખર્ચ પણ વધ્યો છે. ગયા વર્ષની સરખામણીએ ઓક્ટોબરમાં કાર્ડ દીઠ સરેરાશ માસિક ખર્ચ રૂ. ૧૦,૭૦૦ કરોડથી વધીને રૂ. ૧૫,૨૦૦ કરોડ થયો છે.

આ રકમ પણ મહામારી પહેલાના સ્તરથી ઉપર છે. આ સાથે દરેક ક્રેડિટ કાર્ડ દ્વારા થતા ટ્રાન્ઝેક્શનમાં પણ વધારો થયો છે. ઓક્ટોબર દરમિયાન દરેક ક્રેડિટ કાર્ડ સાથે સરેરાશ ૩.૩ ટ્રાંજેક્શન થયા હતા. સપ્ટેમ્બરમાં આ આંકડો ૨.૮ અને માર્ચ ૨૦૨૧માં ૩.૧ હતો.

ક્રેડિટ કાર્ડની ખરીદીમાં વધારો થવાનું સૌથી મોટું કારણ લોકોને સરળતાથી મળી રહેતા કાર્ડ પણ છે. ઓક્ટોબર દરમિયાન મોટી સંખ્યામાં લોકોએ નવા ક્રેડિટ કાર્ડ મેળવ્યા છે. ઓક્ટોબરમાં બેંકિંગ સિસ્ટમમાં ૧૩ લાખથી વધુ નવા ક્રેડિટ કાર્ડ ઉમેરવામાં આવ્યા છે. આરબીઆઈના ડેટા અનુસાર આ વધારા સાથે ક્રેડિટ કાર્ડની કુલ સંખ્યા ૬.૬૪ કરોડ થઈ ગઈ છે.

માસિક ધોરણે, તેણે છેલ્લા ૧૪ મહિનામાં સૌથી ઝડપી વૃદ્ધિ નોંધાવી છે.આઇસીઆઇસીઆઇ બેંક કાર્ડ ઈશ્યુ કરવામાં મોખરે હતી જેણે ઓક્ટોબરમાં ૨.૭૮ લાખ નવા ક્રેડિટ કાર્ડ ઈશ્યુ કર્યા હતા.એચડીએફસી બેંક ૨.૫૮ લાખ નવા કાર્ડ ઇશ્યુ કર્યા, એક્સિસ બેંક ૨.૨૦ લાખ નવા કાર્ડ સાથે બીજા ક્રમે, એસબીઆઇકાર્ડ ૧.૮૪ લાખ નવા કાર્ડ સાથે ત્રીજા અને ચોથા સ્થાને આરબીએલ બેંક ૧.૫૧ લાખ નવા ગ્રાહકોને કાર્ડ્‌સ આપ્યા છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.