જાે ગોવામાં “આપ”ની સરકાર બનશે તો મહિલાઓને દર મહિને 2500 આપીશુંઃ કેજરીવાલ
પણજી, ગોવામાં આવતા વર્ષે યોજાનારી વિધાનસભાની ચૂંટણી માટે રાજકીય પક્ષોએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. મહત્વનુ છે કે ૪૦ બેઠકો માટે ફેબ્રુઆરીમાં વિધાનસભાની ચૂંટણી યોજાઈ શકે છે. રવિવારે દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના અરવિંદ કેજરીવાલે ગોવામાં મહિલાઓ માટે મોટી જાહેરાતો કરી હતી.
તેમણે કહ્યું કે જાે તેમની પાર્ટી ગોવામાં સરકાર બનાવશે તો ઘર આધાર યોજના હેઠળ મહિલાઓને દર મહિને અઢી હજાર રૂપિયા આપવામાં આવશે. આ સિવાય તેમણે મફત વીજળી અને પાણીનું વચન પણ આપ્યું હતું. કેજરીવાલે એમ પણ કહ્યું કે જાે ગોવાની રાજનીતિને બચાવવી હોય તો ગોવાને ખરાબ નેતાઓથી બચાવવું પડશે.
દિલ્હીના મુખ્યમંત્રી અને આપઁ નેતા અરવિંદ કેજરીવાલે ગોવામાં એક પ્રેસ કોન્ફરન્સ દ્વારા જાહેરાત કરી છે કે જાે રાજ્યમાં સરકાર બનશે તો મહિલાઓ માટે હોમ બેઝ બેનિફિટ ૧૫૦૦ રૂપિયાથી વધારીને ૨૫૦૦ રૂપિયા પ્રતિ માસ કરવામાં આવશે. ૧૮ વર્ષથી ઉપરની દરેક મહિલાને દર મહિને ૧૦૦૦ રૂપિયા આપવામાં આવશે.
તેમણે કહ્યું કે આ વિશ્વનો સૌથી મોટો અને સૌથી અસરકારક મહિલા સશક્તિકરણ કાર્યક્રમ છે. આજના સમયમાં જ્યારે નેતાઓ પૈસા માટે એક પાર્ટીમાંથી બીજી પાર્ટીમાં જતા હતા. ગોવાને એક એવો નેતા મળ્યો છે જે તમારા માટે પોતાનો જીવ આપી શકે છે. આ લડાઈને આગળ વધારવી પડશે.
આ ઉપરાંત અરવિંદ કેજરીવાલે કહ્યું, ‘ગોવામાં ગંદી રાજનીતિ ચાલી રહી છે, પરંતુ હવે આમ આદમી પાર્ટી વિકાસની વાત કરશે. જેપી આપ ની સરકાર રચાઇ તો વીજળી ફ્રી કરીશું અને ૨૪ કલાક વીજળી આપીશું. યુવાનોને બેરોજગારી ભથ્થું આપવામાં આવશે