Western Times News

Gujarati News

ટીમ ઈન્ડિયા મજબૂત સ્થિતિમાં, ન્યૂઝીલેન્ડને ૫૪૦ રનનો ટાર્ગેટ આપ્યો

મુંબઇ, ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે બે મેચની સીરીઝની બીજી અને અંતિમ ટેસ્ટ મુંબઈનાંં વાનખેડે સ્ટેડિયમમાં રમાઈ રહી છે. આજે મેચનો ત્રીજાે દિવસ છે. ભારતનાં ૫૪૦ રનનાં ટાર્ગેટનાં જવાબમાં ન્યૂઝીલેન્ડે ચા નાં સમય સુધી એક વિકેટે ૧૩ રન બનાવી લીધા હતા.

કિવી ટીમને જીતવા માટે હજુ ૫૨૭ રન બનાવવાનાં બાકી છે જ્યારે ભારત નવ વિકેટ દૂર છે. આ પહેલા ભારતે તેની બીજી ઇંનિંગમાં સાત વિકેટનાં નુકસાને ૨૭૬ રન પર પોતાની ઇનિંગ ડિકલેર કરી હતી.

આ રીતે ભારતે ન્યૂઝીલેન્ડ સામે જીત માટે ૫૪૦ રનનો લક્ષ્યાંક રાખ્યો છે. અક્ષર પટેલે અણનમ ૪૧ રન બનાવ્યા હતા. તેના સિવાય મયંક અગ્રવાલે ૬૨, ચેતેશ્વર પૂજારા અને શુભમન ગીલે ૪૭-૪૭ રન બનાવ્યા જ્યારે સુકાની વિરાટ કોહલીએ ૩૬ રન બનાવ્યા હતા.

વળી, ન્યૂઝીલેન્ડ માટે બીજી ઇનિંગમાં એજાઝ પટેલે ચાર અને રચિન રવિન્દ્રએ ત્રણ વિકેટ લીધી હતી. ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે બીજી અને અંતિમ ટેસ્ટ મેચનો આજે ત્રીજાે દિવસ છે. કહેવા માટે આજે ત્રીજાે દિવસ છે, પરંતુ જેમ મેચ ચાલી રહી છે, તેમ લાગે છે કે આજે મેચ સમાપ્ત થઇ જશે.

પિચ જે રીતે બોલરોને, ખાસ કરીને સ્પિન બોલરોને મદદ કરી રહી છે, તે મુજબ તે ન્યૂઝીલેન્ડનાં બેટ્‌સમેનો માટે અગ્નિપરીક્ષાથી ઓછી નહીં હોય. ભારતે ન્યૂઝીલેન્ડને ૫૪૦ રનનો ટાર્ગેટ આપ્યો છે. ગઈકાલની વાત કરીએ તો આ દિવસે ઘણા બધા રેકોર્ડ્‌સ બન્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.