Western Times News

Gujarati News

વડોદરામાં અખંડ ભારતનો નકશો દર્શાવતો ૧૦૦ વર્ષ જૂનો બે ટનનો પથ્થરનો ગોળો મળી આવ્યો

વડોદરા, રેલવે સ્ટેશન પાછળ રહેતા પારસી પરિવારને નજીકમાં જ આવેલા તેમના જુના બંગલાને રિનોવેશન કરી રહ્યા હતા ત્યારે બે ટન વજનનો પથ્થરનો ગોળો મળી આવ્યો હતો જેના પર અખંડ ભારતનો નકશો અંકિત કરવામાં આવ્યો છે.

આ અંગે વાત કરતા પારસી પરિવારના નિકિતન કોન્ટ્રાકટરે કહ્યું હતું કે ‘મારા પર દાદા પેસ્તનજી કોન્ટ્રાકટરે ૧૯ર૦માં રેલવે સ્ટેશન પાછળ મોટો બંગલો તૈયાર કર્યો હતો અને પછી તેમાં લોજ ચલાવતા હતા જે સમય જતા લોજ બંધ થઈ ગઈ અને એ બંગલો વર્ષો સુધી બંધ હાલતમાં જ રહ્યો.

તાજેતરમાં અમે એ બંગલાનું રિનોવેશન ચાલુ કર્યુ છે. દરમિયાન બંગલાના સૌથી ઉપરના ભાગે ટેરેસ ઉપર એક કાગરા પર પથ્થરનો ગોળો જાેઈને અમે ચોંકી ગયા કેમ કે તેના પર અખંડ ભારતનો નકશો હતો જેમાં અફઘાનિસ્તાન, પાકિસ્તાન, તિબેટ, ભૂતાન, નેપાળ, બાંગ્લાદેશ, મ્યાનમાર ભારતનો ભાગ બતાવવામાં આવ્યા છે.

આ ગોળો બે ટન વજનનો છે અને તેને ક્રેનથી ઉતારીને ટ્રકમાં અમે હાલમાં રહીએ છીએ તે બંગલામાં લઈને આવ્યા છીએ અને ગાર્ડનમાં સ્થાપિત કર્યો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.