Western Times News

Gujarati News

મેપ માય ઇન્ડિયાનો IPO 9 ડિસેમ્બર, 2021ના રોજ ખુલશે

Mega flex Plastics IPO

·         Rs. 2ની ફેસ વેલ્યુ ધરાવતા દરેક ઇક્વિટી શેર (“ઇક્વિટી શેર”) ની પ્રાઇસ બેન્ડ ઇક્વિટી શેરદીઠ Rs. 1,000 – Rs. 1,033

અમદાવાદ, ડેટા એન્ડ ટેકનોલોજી ઉત્પાદનો અને પ્લેટફોર્મ્સ કંપની સી. ઈ. ઇન્ફો સિસ્ટમ્સ લિમિટેડ (મેપમાયઇન્ડિયા) (“કંપની”) પ્રોપ્રાઇટરી ડિજિટલ મેપ્સ એઝ એ સર્વિસ (“Maas”), સોફ્ટવેર એઝ એ સર્વિસ (“SaaS”) અને પ્લેટફોર્મ એઝ એ સર્વિસ (“PaaS”) તરીકે ઓફર કરી છે તેમ જ એફએન્ડએસ રિપોર્ટ મુજબ, ભારતની ડિજિટલ મેપ્સ, જીયોસ્પેતિયલ સોફ્ટવર અને લોકેશન-આધારિત આઈઓટી ટેકનોલોજીસની અગ્રણી પ્રોવાઇડર છે.

Rohan Verma-CEO, MapmyIndia

કંપનીનાં ઇક્વિટી શેરના આઈપીઓ (“ઓફર”)ના સંબંધમાં બિડ/ઓફર 09 ડિસેમ્બર, 2021ને ગુરુવારે ખુલશે. બિડ/ઓફર 13 ડિસેમ્બર, 2021ને સોમવારે બંધ થશે. ઓફરની પ્રાઇસ બેન્ડ ઇક્વિટી શેરદીઠ Rs. 1,000 – Rs. 1,033 નક્કી થઈ છે.

નેશનલ કેપિટલ ટેરિટરી ઓફ દિલ્હી અને નવી દિલ્હીમાં હરિયાણામાં રજિસ્ટ્રાર ઓફ કંપનીઝ (“આરઓસી”) સમક્ષ 2 ડિસેમ્બર, 2021ના રોજ રજૂ કરેલી રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (“આરએચપી”)માં ઓફરમાં 10,063,945 ઇક્વિટી શેરના વેચાણની ઓફર સામેલ છે,

જેમાં રશ્મિ વર્મા (“વ્યક્તિગત વિક્રેતા શેરધારક”)ના 4,251,044 ઇક્વિટી શેર, ક્વાલકોમ એશિયા પેસિફિક પ્રાઇવેટ લિમિટેડના 2,701,407 ઇક્વિટી શેર, ઝેનરિન કંપની લિમિટેડના 1,369,961 ઇક્વિટી શેર (સંયુક્તપણે “રોકાણકાર વિક્રેતા શેરધારક”) અને પરિશિષ્ટ એમાં ઉલ્લેખ કરેલી વ્યક્તિઓ દ્વારા 1,741,533 ઇક્વિટી શેર (“અન્ય વિક્રેતા શેરધારક” અને સંયુક્તપણે વ્યક્તિગત વિક્રેતા શેરધારક અને રોકાણકાર વિક્રેતા શેરધારકો સાથે “વિક્રેતા શેરધારકો”)ના વેચાણની ઓફર સામેલ છે.

સીક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા (ઇશ્યૂ ઓફ કેપિટલ એન્ડ ડિસ્ક્લોઝર રિક્વાયર્મેન્ટ્સ) રેગ્યુલેશન્સ, 2018, સંશોધન મુજબ (“સેબી આઈસીડીઆર રેગ્યુલેશન્સ”)ને સુસંગત રીતે કંપની, વ્યક્તિગત વિક્રેતા શેરધારક અને રોકાણકાર વિક્રેતા શેરધારકો ઓફરના બુક રનિંગ લીડ મેનેજર્સ સાથે ચર્ચા કરીને એન્કર રોકાણકારોની ભાગીદારીનો વિચાર કરી શકે છે. એન્કર રોકાણકાર માટે બિડ/ઓફરનો ગાળો બિડ/ઓફર ખુલવાની તારીખના એક દિવસ અગાઉ એટલે કે 08 ડિસેમ્બર, 2021ને બુધવાર રહેશે.

ઓફર સીક્યોરિટીઝ કોન્ટ્રાક્ટ્સ (રેગ્યુલેશન) રુલ્સ, 1957, સંશોધન મુજબ (“એસસીઆરઆર”)ના નિયમ 19(2)(બી)ની શરતોને સેબી આઈસીડીઆર રેગ્યુલેશન્સના નિયમન 31 અને સેબી આઈસીડીઆર નિયમનોના નિયમન 6(1) સાથે વાંચીને બુક બિલ્ડિંગ પ્રોસેસ મારફતે રજૂ કરવામાં આવી છે,

જેમાં ઓફરનો મહત્તમ 50 ટકા હિસ્સો સપ્રમાણ આધારે ક્વોલિફાઇડ ઇન્સ્ટિટ્યૂશનલ બાયર્સ (“ક્યુઆઈબી” અને આ પ્રકારનો હિસ્સો “ક્યુઆઈબી પોર્શન”)ને ફાળવવામાં આવશે, જેમાં શરત એ છે કે, સેબી આઈસીડીઆર રેગ્યુલેશન્સ સાથે સુસંગત રીતે વ્યક્તિગત વિક્રેતા શેરધારક અને રોકાણકાર વિક્રેતા શેરધારક ઓફરના બુક રનિંગ લીડ મેનેજર્સ સાથે ચર્ચા કરીને ક્યુઆઈબી પોર્શનનો 60 ટકા સુધીનો હિસ્સો એન્કર રોકાણકારોને ફાળવી શકે છે

(“એન્કર રોકાણકાર હિસ્સો”), જેમાંથી 33 ટકા હિસ્સો સ્થાનિક મ્યુચ્યુઅલ ફંડ્સ માટે અનામત રાખવામાં આવશે, જે સ્થાનિક મ્યુચ્યુઅલ ફંડ્સ પાસેથી એન્કર રોકાણકાર ફાળવણીની કિંમત પર કે એનાથી વધારે કિંમત પર માન્ય બિડ મળવાને આધિન છે. એન્કર રોકાણકાર પોર્શનના અંડરસબસ્ક્રિપ્શન કે બિન-ફાળવણીના કિસ્સામાં બાકીના ઇક્વિટી શેર નેટ ક્યુઆઈબી પોર્શનમાં ઉમેરવામાં આવશે.

ઉપરાંત નેટ ક્યુઆઈબી પોર્શનનો 5 ટકા હિસ્સો સપ્રમાણ આધારે મ્યુચ્યુઅલ ફંડ્સને ફાળવવા માટે ઉપલબ્ધ કરવામાં આવશે અને નેટ ક્યુઆઈબી પોર્શનનો બાકીનો હિસ્સો સપ્રમાણ આધારે મ્યુચ્યુઅલ ફંડ્સ સહિત તમામ ક્યુઆઈબીને ફાળવણી માટે ઉપલબ્ધ કરાવવામાં આવશે, જે ઓફર કિંમત પર કે એથી વધારે કિંમત પર માન્ય બિડ મળવાને આધિન છે.

 

ઉપરાંત સેબી આઈસીડીઆર નિયમનો મુજબ, ઓફરનો મહત્તમ 15 ટકા હિસ્સો સપ્રમાણ આધારે નોન-ઇન્સ્ટિટ્યૂશનલ બિડર્સને અને મહત્તમ 35 ટકા હિસ્સો રિટેલ વ્યક્તિગત બિડર્સ (“આરઆઈબી”)ને ફાળવવા માટે ઉપલબ્ધ કરાવવામાં આવશે, જે ઓફર પ્રાઇસ પર કે એનાથી વધારે કિંમત પર માન્ય બિડ મળવાને આધિન છે.

 

તમામ સંભવિત બિડર્સ (એન્કર રોકાણકારો સિવાય)ને એપ્લિકેશન સપોર્ટેડ બાય બ્લોક્ડ એમાઉન્ટ (“ASBA”) પ્રક્રિયાનો ફરજિયાત ઉપયોગ કરવાની જરૂર છે, જેમાં તેમણે તેમના સંબંધિત ASBA એકાઉન્ટની વિગતો આપવી પડશે તથા આરઆઈબીના કેસમાં UPI વ્યવસ્થાનો ઉપયોગ કરવા UPI ID પ્રદાન કરવો પડશે, જે લાગુ પડે એ, જેમાં બિડની સંબંધિત રકમ SCSBs કે UPI વ્યવસ્થા દ્વારા, જે લાગુ પડી શકે એ, સંબંધિત બિડની રકમ સુધી બ્લોક થશે. એન્કર રોકાણકારોને ASBA પ્રક્રિયા દ્વારા ઓફરમાં સહભાગી થવાની છૂટ નથી.

 

ઓફરનો ઉદ્દેશ (1) વિક્રેતા શેરધારકોના 10,063,945 ઇક્વિટી શેરના વેચાણની ઓફર હાથ ધરવાનો અને (2) સ્ટોક એક્સચેન્જીસ પર ઇક્વિટી શેરના લિસ્ટિંગનો ફાયદો મેળવવાનો છે.

 

આ ઓફરમાં ઓફર થયેલા ઇક્વિટી શેરનું લિસ્ટિંગ બીએસઈ લિમિટેડ (“BSE”) અને નેશનલ સ્ટોક એક્સચેન્જ ઓફ ઇન્ડિયા લિમિટેડ (“NSE”, BSE સાથે સંયુક્તપણે, the “સ્ટોક એક્સચેન્જીસ”) પર થશે. ઓફરના ઉદ્દેશ માટે બીએસઈ નિયુક્ત સ્ટોક એક્સચેન્જ છે.

 

ઓફરના બુક રનિંગ લીડ મેનેજર્સ છે – એક્સિસ કેપિટલ લિમિટેડ, જેએમ ફાઇનાન્શિયલ લિમિટેડ, કોટક મહિન્દ્રા કેપિટલ કંપની લિમિટેડ અને ડીએએમ કેપિટલ એડવાઇઝર્સ લિમિટેડ. ઓફરની રજિસ્ટ્રાર છે – લિન્ક ઇનટાઇમ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ.

 

 

અહીં ઉપયોગ થયેલા અને સ્પષ્ટ પરિભાષિત ન કરેલા તમામ મૂડીકૃત શબ્દોનો અર્થ આરએચપીમાં વર્ણવેલા અર્થો જેવો રહેશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.