મેટ્રો બ્રાન્ડ્સનો IPO 10 ડિસેમ્બર, 2021ને શુક્રવારે ખુલશે
અમદાવાદ, મેટ્રો બ્રાન્ડ્સ લિમિટેડ (“કંપની”)ના આઇપીઓ સાથે સંબંધિત બિડ/ઓફર 10 ડિસેમ્બર, 2021ને શુક્રવારે ખુલશે (“ઓફર”). ઓફરની પ્રાઇસ બેન્ડ રૂ. 5ની ફેસ વેલ્યુ ધરાવતા ઇક્વિટી શેરદીઠ રૂ. 485થી રૂ. 500 નક્કી થઈ છે.ય બિડ લઘુતમ 30 ઇક્વિટી શેર માટે અને પછી 30 ઇક્વિટી શેરના ગુણાંકમાં થઈ શકશે.
ઓફરમાં કંપનીના રૂ. 295 કરોડના ઇક્વિટી શેરનો ફ્રેશ ઇશ્યૂ (“ફ્રેશ ઇશ્યૂ”) અને વિક્રેતા શેરધારકો દ્વારા 21,450,100 ઇક્વિટી શેરના વેચાણની ઓફર સામેલ છે. વેચાણની ઓફરમાં પ્રમોટર વિક્રેતા શેરધારકોના 13,015,000 ઇક્વિટી શેર, પ્રમોટર ગ્રૂપ વિક્રેતા શેરધારકોના 8,427,000 ઇક્વિટી શેર અને અન્ય વિક્રેતા શેરધારકોના 8,100 ઇક્વિટી શેર સામેલ છે(“વેચાણ માટેની ઓફર”).
કંપની રૂ. 3.29 કરોડની કુલ રોકડ માટે 73,136 ઇક્વિટી શેરનું પ્રાઇવેટ પ્લેસમેન્ટ હાથ ધરવા BRLMs સાથે ચર્ચા કરે છે. એ મુજબ, ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસમાં જણાવ્યા મુજબ ફ્રેશ ઇશ્યૂની સાઇઝ રૂ. 250 કરોડથી ઘટીને રૂ. 246.71 કરોડ થઈ જશે.
ત્યારબાદ કંપનીએ ફ્રેશ ઇશ્યૂની સાઇઝ રૂ. 295 કરોડ વધારી છે, જે સેબી આઇસીડીઆર રેગ્યુલેશન્સની જોગવાઈ સાથે સુસંગત અને એને આધિન છે.
ઓફર સેબી આઇસીડીઆર રેગ્યુલેશન્સના રેગ્યુલેશન 31 સાથે વાંચીને સીક્યોરિટીઝ કોન્ટ્રાક્ટ્સ (રેગ્યુલેશન) રુલ્સ, 1957ના નિયમ 19(2)(બી), જેમાં સંશોધન મુજબ (“એસસીઆરઆર”) મુજબ કરવામાં આવી છે.
ઓફર સેબી આઇસીડીઆર રેગ્યુલેશન્સના રેગ્યુલેશન 6(1)ની દ્રષ્ટિએ બુક બિલ્ડિંગ પ્રોસસ મારફતે કરવામાં આવી છે,
જેમાં ઓફરનો મહત્તમ 50 ટકા હિસ્સો સપ્રમાણ આધારે ક્વોલિફાઇડ ઇન્સ્ટિટ્યૂશનલ બાયર્સ (“QIBs અને આ પ્રકારનો હિસ્સો, “QIB પોર્શન”)ને ફાળવવા માટે ઉપલબ્ધ કરાવવામાં આવે છે, જેમાં શરત એ છે કે, કંપની અને પ્રમોટર વિક્રેતા શેરધારકો BRLMs સાથે ચર્ચા કરીને ક્યુઆઇબી પોર્શનનો મહત્તમ 60 ટકા હિસ્સો વિવેકાધિન ધોરણે એન્કર રોકાણકારોને (“એન્કર ઇન્વેસ્ટર પોર્શન”)ને ફાળવી શકાશે,
જેમાંથી સેબી આઇસીડીઆર રેગ્યુલેશન્સને સુસંગત રીતે 33 ટકા કે એક તૃતિયાંશ હિસ્સો સ્થાનિક મ્યુચ્યુઅલ ફંડ માટે અનામત રાખવામાં આવશે, જે સ્થાનિક મ્યુચ્યુઅલ ફંડ પાસેથી એન્કર રોકાણકારોને ફાળવણી માટેની કિંમત (“એન્કર ઇન્વેસ્ટર એલોકેશન પ્રાઇસ”)
પર કે એનાથી વધારે કિંમતે માન્ય બિડ મળવાને આધિન છે. એન્કર ઇન્વેસ્ટર પોર્શનમાં અંડર-સબસ્ક્રિપ્શન કે નોન-એલોકેશનના કેસમાં બાકીના ઇક્વિટી શેર ક્યુઆઇબી પોર્શન (એન્કર ઇન્વેસ્ટર પોર્શન સિવાય)માં ઉમેરવામાં આવશે (“નેટ ક્યુઆઇબી પોર્શન”).
ઉપરાંત નેટ ક્યુઆઇબી પોર્શનનો 5 ટકા હિસ્સો સપ્રમાણ આધારે મ્યુચ્યુઅલ ફંડને જ ફાળવવામાં આવશે અને નેટ ક્યુઆઇબી પોર્શનનો બાકીનો હિસ્સો સપ્રમાણ આધારે મ્યુચ્યુઅલ ફંડ સહિત તમામ ક્યુઆઇબી બિડર્સને ઉપલબ્ધ કરાવવામાં આવશે, જે ઓફર પ્રાઇસ પર કે એનાથી વધારે કિંમત પર માન્ય બિડ મળવાને આધિન છે.
જોકે જો મ્યુચ્યુઅલ ફંડની કુલ માગ નેટ ક્યુઆઇબી પોર્શનના 5 ટકાથી ઓછી હશે,
તો મ્યુચ્યુઅલ ફંડ પોર્શનમાં ફાળવણી માટે ઉપલબ્ધ બાકીના ઇક્વિટી શેર ક્યુઆઇબીને સપ્રમાણ ફાળવણી માટે નેટ ક્યુઆઇબી પોર્શનના બાકીના હિસ્સોમાં ઉમેરવામાં આવશે.
વળી સેબી આઇસીડીઆર રેગ્યુલેશન્સને સુસંગત ઓફરનો મહત્તમ 15 ટકા હિસ્સો સપ્રમાણ આધારે બિનસંસ્થાગત બિડર્સને અને મહત્તમ 35 ટકા હિસ્સો રિટેલ વ્યક્તિગત બિડર્સ માટે ઉપલબ્ધ કરાવવામાં આવશે, જે ઓફર પ્રાઇસ પર કે એનાથી વધારે કિંમત પર તેમની પાસેથી માન્ય બિડ મળવાને આધિન છે.
તમામ સંભવિત બિડર્સ (એન્કર રોકાણકારો સિવાય)ને એપ્લિકેશન સપોર્ટેડ બાય બ્લોક્ડ એમાઉન્ટ (“ASBA”)નો ઉપયોગ કરવો ફરજિયાત છે,
જે માટે તેમના સંબંધિત ASBA એકાઉન્ટની વિગત પ્રદાન કરવી પડશે અને UPI વ્યવસ્થાનો ઉપયોગ કરવા RIBsના કેસમાં UPI ID પ્રદાન કરવો પડશે, જે લાગુ પડે છે, જેમાં સંબંધિત બિડ રકમ સેલ્ફ સર્ટિફાઇડ સિન્ડિકેટ બેંકો (“SCSBs”) દ્વારા કે UPI વ્યવસ્થા અંતર્ગત સ્પોન્સર બેંક દ્વારા, જે લાગુ પડે એ, સંબંધિત બિડની રકમ બ્લોક થઈ જશે. એન્કર રોકાણકારોને ASBA પ્રક્રિયા દ્વારા ઓફરમાં સહભાગી થવાની છૂટ નથી.