ઘર છોડીને જતી રહેલી પરિણીતાને અભયમની ટીમે સમજાવી પરત મોકલી
અમદાવાદ, નોકરી અને ઘરની જવાબદારીના કારણે પતિ પત્નીને સમય આપી શકતો ન હોવાથી પત્નીને ઘરમાં એકલતાનો અનુભવ થતો હતો. રાત્રે પતિ ઘરે આવે ત્યારે તેના મિત્રો સાથે ચેટીંગ કરીને સમય પસાર કરતો હતો. જેથી પત્ની સાથે કોઈ પણ જાતની વાતચિત થતી ન હતી.
જેથી તંગ આવેલી પત્ની મને સાસુ-સસરા હેરાન કરે છે તેવું બહાનું કાઢીને ઘરેથી ભાગી ગઈ હતી. જાેકે, આ અંગેની જાણ અભયમની ટીમને થતાં તેમણે પત્નીનું કાઉન્સેલીંગ કર્યું હતુ. બાદમાં પતિને બોલાવીને તેનુ કાઉન્સેલીંગ કરતા પતિને પોતાની ભુલ સમજાઈ હતી.
બાદમાં પતિએ પત્નીની માંફી માંગી હતી અને ફરી વખત પત્નીને ઘરમાં એકલતાનો અનુભવ નહીં થાય તથા તેને પણ સમય આપવાની બાહેધરી આપતા મામલો થાળે પડ્યો હતો. એક મહિલાના સાસુ સસરા હેરાન કરતા હોવાથી તે ઘરેથી નિકળી ગઈ છે અને પરત ઘરે જવા માટે તૈયાર થતી નથી.
આ બાબતની જાણ અભયમની ટીમને થતાં જ તેઓ મહિલાને સમજાવવા માટે પહોંચી હતી. અભયમની ટીમ ઘટના સ્થળે પહોંચીને મહિલાની પુછપરછ કરી ત્યારે જાણવા મળ્યું હતુ કે, પતિ કામધંધો કરવામાં ધ્યાન આપતા હોવાથી પત્નીને સમય આપી શકતો ન હતો. જેથી પત્નીને ઘરમાં એકલાપણું લાગતુ હતુ.
એટલું જ નહીં પતિ પત્ની સાથે સમય પસાર કરતો પણ ન હતો, ક્યાય ફરવા પણ લઈ જતો ન હતો એટલું જ નહીં ઘરે આવતા ત્યારે પણ તેમના મિત્રો સાથે વાતો કરી સમય પસાર થતો હતો. બીજી બાજુ એક મિત્ર સાથે તે રીલેશનમાં રહેવા લાગ્યા હતા. જેના કારણે પતિ અને પત્ની વચ્ચે ઝઘડો થવા લાગ્યો હતો.
જેથી પત્ની સાસુ સસરા હેરાન કરે છે તેવુ જણાવીને ઘરેથી નિકળી ગઈ હતી. જાેકે, મોબાઈલ તપાસ કરતા તેમાં કોલ રેકોડીંગ સાંભળતા લગ્નના ૫ વર્ષ બાદ પણ પતિ ઘર અને નોકરીની જવાબદારીના લીધે મહિલાને સમય આપી શકતા ન હતા તેવું જાણવા મળ્યું હતુ.
જેથી અભયમની ટીમે પત્નીને શાંતવના આપીને તેના પતિને બોલાવ્યો હતો. બાદમાં તેના પતિનું કાઉન્સેલીંગ કર્યું હતુ. જેથી પતિને પોતાની ભુલ સમજાતા તેણે પત્નીની માફી માંગી હતી અને હવે ફરી વખત આવુ ક્યારે નહીં થાય તેવી બાંહેધરી આપી હતી.