Western Times News

Gujarati News

VS અને શારદાબેન હોસ્પિટલના નવીનીકરણ માટે રૂા. ૧૦-૧૦ કરોડનો ખર્ચ કરવામાં આવશે

પાંચ તળાવના ડેવલપમેન્ટ થશે: સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી યોજના ગ્રાન્ટમાંથી કોવિડ-૧૯ માટે રૂા.૪૮ કરોડની ફાળવણી

(દેવેન્દ્ર શાહ ) અમદાવાદ, રાજયની આઠ મહાનગર પાલિકાઓ નગરપાલિકાઓ તથા સતામંડળોમાં વિકાસના કામ માટે દર વરસે સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત નાણાકીય વર્ષ ર૦ર૧-રરમાં શહેરી વિકાસ યોજના અંતર્ગત આઠ મહાનગરપાલિકાઓ માટે રૂા.૧૬૯૮.૯૯ કરોડની જાેગવાઈ કરવામાં આવી છે.

જે પૈકી અમદાવાદ મહાનગરપાલિકાને સ્વર્ણિમ જયંતી યોજના હેઠળ રૂા.૬ર૯.૬૪ કરોડ તથા શહેરી સડક યોજના અંતર્ગત રૂા.૯૦ કરોડ ફાળવવામાં આવ્યા છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સ્વર્ણિમ જયંતી બજેટ હેઠળ રૂા.૭૩૬.૧૦ કરોડના કામોનુ ફાઈનલ લીસ્ટ તૈયાર કરવામાં આવ્યુ છે જેમાં કોવિડ-૧૯ માટે રૂા.૪૭ કરોડની અલગથી જાેગવાઈ કરવામાં આવી છે.

સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત રાજય સરકાર દ્વારા અમદાવાદ મહાનગરપાલિકાને રૂા.૬ર૯.૯૦ કરોડ ફાળવવામાં આવ્યા છે જેના ૬૦ ટકા લેખે લગભગ રૂા.૩૮૦ કરોડની રકમ મનપાને બે તબક્કામાં મચી ગઈ છે જયારે મુખ્યમંત્રી સડક યોજના હેઠળ ફાળવવામાં આવેલા રૂા.૯૦ કરોડ પૈકી રૂા.પપ કરોડ પણ મનપાની તિજાેરીમાં જમા થઈ ગયા છે

જેના કારણે રોડ- રસ્તા સહીત વિકાસના અન્ય કામોમાં ઝડપ આવી છે. મ્યુનિ. સુત્રોએ જણાવ્યા મુજબ ર૦ર૧-રર માં ફાળવવામાં આવેલી ગ્રાન્ટમાંથી સ્ટ્રોમ વોટર લાઈન, ડ્રેનેજ લાઈન, વોટર ડીસ્ટ્રી. સ્ટેશન, રોડ રીસરફેસ, તળાવ ડેવલપમેન્ટ, અર્બન હેલ્થ સેન્ટર તેમજ બીલ્ડીંગના મળી કુલ ર૩૮ કામો કરવામાં આવશે જેના માટે રૂા.૭૩૬.૧૦ કરોડનો ખર્ચ થવાનો અંદાજ તૈયાર કરવામાં આવ્યો છે.

મ્યુનિ. સુત્રોએ જણાવ્યા મુજબ સ્વર્ણિમની ગ્રાન્ટમાંથી વી.એસ.હોસ્પિટલના નવીનીકરણ માટે રૂા.૧૦ કરોડ ખર્ચ કરવામાં આવશે. નોંધનીય છે કે સત્તાધારી પાર્ટીએ વી.એસ.ને ફરી ધમધમતી કરવા માટે પ૦૦ પથારી સાથે ચલાવવા નિર્ણય કર્યો છે. તેવી જ રીતે અશોક મીલ કંપાઉન્ડમાં તૈયાર થઈ રહેલ શારદાબેન હોસ્પિટલ માટે પણ રૂા.૧૦ કરોડની જાેગવાઈ કરવામાં આવી છે.

સ્વર્ણિમની ગ્રાન્ટમાંથી પાંચ તળાવ પણ ડેવલપ કરવામાં આવશે. જેમાં ગોતા ગામ તળાવ માટે રૂા.ચાર કરોડ, થલતેજ તળાવ ફરતે દિવાલ બનાવવા માટે રૂા.એક કરોડ, શીલજ તળાવ ડેવલપમેન્ટ માટે રૂા.પાંચ કરોડ, થલતેજ તળાવ વિકાસ માટે રૂા.પાંચ કરોડ તથા સરખેજ ગામ શકરી તળાવ વિકાસ માટે રૂા.બે કરોડ મળી કુલ રૂા.૧૭ કરોડ ખર્ચ કરવામાં આવશે. સ્વર્ણિમ જયંતી ગ્રાન્ટમાંથી રૂા.રપ કરોડના ખર્ચથી બે બસ ટર્મીનલ બનાવવા માટે પણ ચર્ચા ચાલી રહી છે.

ચાંદખેડા સારથી બંગ્લોઝ પાસે રૂા.૧પ કરોડ અને નિકોલમાં ભક્તિ સર્કલ પાસે રૂા.૧૦ કરોડના ખર્ચથી બસ ટર્મીનસ તૈયાર થશે. જયારે અર્બન હેલ્થ સેન્ટર બનાવવા માટે રૂા.૯.૬૦ કરોડનો ખર્ચ કરવામાં આવશે. પૂર્વ ઝોનના વસ્ત્રાલ વોર્ડમાં અર્બન હેલ્થ સેન્ટર માટે રૂા.૩.પ૦ કરોડ તથા જાેધપુર વોર્ડમાં બોપલ ટી.પી. સ્કીમ નંબર ૦૩માં રૂા.૬.૧૦ કરોડના ખર્ચથી અર્બન હેલ્થ સેન્ટર માટે આયોજન કરવામાં આવ્યુ છે. મુખ્યમંત્રી ગ્રાન્ટમાંથી કાલુપુર તથા સારંગપુર રેલ્વે ઓવરબ્રીજ રીપેર કરવા માટે રૂા.૩.પ૦ કરોડ તેમજ મીઠાખળી અંડરપાસની રીટેઈનીંગ પોલ માટે રૂા. બે કરોડ ખર્ચ કરવામાં આવશે.

કોવિડ માટેની જાેગવાઈ
• એસવીપી હોસ્પિટલમાં ૬ નંગ પીએસએ પ્લાન્ટના ફાઉન્ડેશન તથા શેડની કામગીરી રૂા.૧.૪૯ કરોડ
• એસવીપી હોસ્પિટલમાં વધારાના ૩૩ર આઈસીયુ બેડ બનાવવા માટે રૂા.૭ર લાખ
• એસવીપી હોસ્પિટલમાં વધારાના આઈસીયુ બેડ બનાવવા જુદા જુદા ફલોર પર કરવાની થતી કામગીરી રૂા.૧.ર૩ કરોડ
• એસવીપી આઈસીયુ વોર્ડમાં ઈલેકટ્રીક કામ માટે રૂા.૯.૮૮ કરોડ
• રપ૦ એલ.પી.એમ. ઓકસીજન પ્લાન્ટની કામગીરી રૂા.૮ કરોડ
• પ૦૦ એલ.પી.એમ. ઓકસીજન પ્લાન્ટની કામગીરી રૂા.૭ કરોડ
• ૧૦૦૦ એલ.પી.એમ. ઓક્સીજન પ્લાન્ટની કામગીરી રૂા.૬.૭૩ કરોડ
• ર૦૦૦ એલ.પી.એમ. ઓકસીજન પ્લાન્ટની કામગીરી રૂા.૧ર.૬૮ કરોડ


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.