સ્ટોક્સે ચોથા નો બોલ પર વોર્નરને બોલ્ડ કરતા વિવાદ
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/12/Stokes.jpg)
બ્રિસબેન, એશિઝ શ્રેણીની પ્રથમ ટેસ્ટના બીજા દિવસે નો બોલને કારણે ઈંગ્લેન્ડની ટીમને એક પણ વિકેટ મળી ન હતી. જાેકે વિકેટ ભાગ્યે જ નો બોલ પર જાેવા મળે છે, પરંતુ લાઇવ એક્શનમાં કેટલીક ટેકનિકલ ખામી હતી, જેના કારણે થર્ડ અમ્પાયર આગળના પગના નો બોલને ચેક કરવામાં અસમર્થ હતા.
આ દરમિયાન, બેન સ્ટોક્સે સતત ત્રણ નો બોલ ફેંક્યા, જેના પર કોઈનું ધ્યાન ગયું નહીં અને પછી ચોથા નો બોલ પર તેણે ડેવિડ વોર્નરને ક્લીન બોલ્ડ કર્યો.
આઈસીસીના નિયમો અનુસાર, આઉટ થયા બાદ થર્ડ અમ્પાયર દ્વારા આ બોલની તપાસ કરવામાં આવી અને જાણવા મળ્યું કે બેન સ્ટોક્સ ઓવરસ્ટેપ થઈ ગયો હતો. બાદમાં બહાર આવ્યું કે ત્રીજા અમ્પાયર નો બોલ ચેક કરી રહ્યા ન હતા, જે બ્રોડકાસ્ટિંગ ટીમની ભૂલ હતી. જાે બેન સ્ટોક્સને અગાઉ ખબર હોત કે તે સતત ઓવરસ્ટેપિંગ કરી રહ્યો છે, તો તેણે ક્રીઝની પાછળથી બોલિંગ કરી હોત. આ કારણે ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન રિકી પોન્ટિંગ અમ્પાયરો પર ગુસ્સે થયા હતા.
ઘરેલુ પ્રસારણકર્તા ચેનલ ૭ પર ટિપ્પણી કરતા રિકી પોન્ટિંગે અમ્પાયરિંગને દયનીય ગણાવ્યું હતું. ફેબ્રુઆરી ૨૦૨૦ થી, નો બોલ પર ર્નિણય લેવાની જવાબદારી ટીવી અમ્પાયરની છે, પરંતુ પછીથી ખબર પડી કે આ ટેસ્ટ માટે ઉપયોગમાં લેવાતી ટેકનિક આ ટેસ્ટ માટે કામ કરતી ન હતી, આ જવાબદારી ઑન-ફિલ્ડ અમ્પાયર પોલ રાફેલ અને રોડ ટકરને સોંપવામાં આવી હતી. મેદાન પરના અમ્પાયરો માટે દરેક બોલને જાેવો સરળ નથી.
તે જ સમયે, બેન સ્ટોક્સે પાંચ ઓવરમાં કુલ ૧૪ નો બોલ નાખ્યા, જેમાં તેને જે બોલ પર વિકેટ મળી તે જ બોલને નો બોલ જાહેર કરવામાં આવ્યો. ઈંગ્લેન્ડની ટીમના બોલિંગ કોચે પણ કહ્યું છે કે બોલિંગ માટે તમારા પગ જાેવા શક્ય નથી.
અમ્પાયરે માહિતી આપવી જાેઈતી હતી. જાે તેને ખબર હોત કે તે ઓવરસ્ટેપિંગ કરી રહ્યો છે, તો તેણે તેના પર ધ્યાન આપ્યું હોત અને તે વિકેટ ઈંગ્લેન્ડની ટીમને ગઈ હોત, કારણ કે વોર્નરે પાછળથી ૯૪ રન બનાવ્યા હતા.SSS