Western Times News

Gujarati News

સેન્સેકસમાં ૧૫૭, નિફ્ટીમાં ૪૭ પોઈન્ટનો વધારો જાેવાયો

મુંબઈ, ગુરુવારે શેરબજાર તેજી સાથે બંધ થયું હતું. આજે એક દિવસના ટ્રેડિંગ પછી, બીએસઈ મુખ્ય સૂચકાંક સેન્સેક્સ ૧૫૭.૪૫ પોઈન્ટ્‌સ અથવા ૦.૨૭ ટકાના વધારા સાથે ૫૮,૮૦૭.૧૩ પર બંધ થયો.

બીએસઈની સાથે એનએસઈ પણ ૪૭.૧૦ પોઈન્ટ અથવા ૦.૨૭ ટકાના વધારા સાથે ૧૭,૫૧૬.૮૫ પર બંધ રહ્યો હતો. ટ્રેડિંગના એક દિવસ પછી સેન્સેક્સ પેકમાં રિલાયન્સ, એશિયન પેઈન્ટ્‌સ અને ડૉ. રેડ્ડીના શેર લીલા નિશાન પર બંધ થયા, જ્યારે ભારતી એરટેલ, મારુતિ, એચડીએફસી અને એક્સિસ બેંકના શેર લાલ નિશાન પર બંધ થયા.

ગુરુવારે શેરબજાર ઉછાળા સાથે ખુલ્યું હતું. ગુરુવારે શરૂઆતના ટ્રેડિંગ દરમિયાન બીએસઈ અને એનએસઈ બંનેમાં વધારો જાેવા મળ્યો હતો. આજે સવારે પ્રારંભિક ટ્રેડિંગ દરમિયાન, બીએસઈ મુખ્ય સૂચકાંક સેન્સેક્સ ૨૧૫.૧૯ પોઈન્ટ એટલે કે ૦.૩૭ ટકાના વધારા સાથે ૫૮,૮૬૪.૮૭ પોઈન્ટ પર ટ્રેડ કરી રહ્યો હતો. તે જ સમયે, એનએસઈનો મુખ્ય સૂચકાંક નિફ્ટી સવારે ૫૮.૧૫ અંક એટલે કે ૦.૩૩ ટકા વધીને ૧૭૫૨૭.૯૦ પર ટ્રેડ થતો જાેવા મળ્યો હતો.

એશિયન પેઇન્ટ, રિલાયન્સ, ડૉ. રેડ્ડી અને એચડીએફસી જેવા શેરો સવારે ૯.૨૩ વાગ્યે સેન્સેક્સ પેકમાં વૃદ્ધિ સાથે લીલા નિશાન પર ટ્રેડ થઈ રહ્યા હતા. જ્યારે પાવરગ્રીડ, બજાજ ઓટો, ઇન્ડસઇન્ડ બેંક, ભારતી એરટેલ અને એક્સિસ બેંકના શેર લાલ નિશાન પર ટ્રેન્ડ કરી રહ્યા હતા.

સેન્સેક્સ શેરોમાં આઈટીસી સૌથી વધુ પાંચ ટકા વધ્યો હતો. આ ઉપરાંત એલએન્ડટી, એશિયન પેઈન્ટ્‌સ, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, બજાજ ફાઈનાન્સ અને ઈન્ફોસીસ પણ વધ્યા હતા.

બીજી તરફ, નુકશાનમાં જનારા શેરોમાં એચડીએફસી બેન્ક, ટાઇટન, નેસ્લે ઇન્ડિયા, એનટીપીસી અને પાવર ગ્રીડનો સમાવેશ થાય છે.

જિયોજિત ફાઇનાન્શિયલ સર્વિસિસના રિસર્ચ હેડ વિનોદ નાયરે જણાવ્યું હતું કે, પ્રારંભિક વેપારમાં નફા-બુકિંગને કારણે બજાર નુકસાનમાં હતું. પરંતુ બાદમાં વૈશ્વિક બજારોએ સકારાત્મક વલણ સાથે વેગ પકડ્યો હતો.

તેમણે કહ્યું કે રોકાણકારો અમેરિકાના ફુગાવાના ડેટાની રાહ જાેઈ રહ્યા છે. આનાથી આર્થિક ઉત્તેજન પેકેજ પાછું ખેંચવા અંગે યુએસ ફેડરલ રિઝર્વના વલણનો ખ્યાલ આવશે. અન્ય એશિયાઈ બજારોમાં ચીનમાં શાંઘાઈ કમ્પોઝિટ ઈન્ડેક્સ, દક્ષિણ કોરિયામાં કોસ્પી અને હોંગકોંગમાં હેંગસેંગ સુધર્યા હતા.

બીજી તરફ જાપાનનો નિક્કી ઘટ્યો હતો. યુરોપના મુખ્ય બજારોમાં બપોરે ટ્રેડિંગ દરમિયાન હકારાત્મક વલણ હતું. દરમિયાન, આંતરરાષ્ટ્રીય ઓઇલ બેન્ચમાર્ક બ્રેન્ટ ક્રૂડ ૦.૬૩ ટકા ઘટીને ૭૫.૩૪ ડોલર પ્રતિ બેરલ થયું હતું.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.