એક્સિસ AMCના ગ્રોથ એવન્યુઝ AIFએ રૂ. 1,000 કરોડ ભંડોળ એકત્રીકરણનો લક્ષ્યાંક પૂરો કર્યો
મુંબઇ, 9 ડિસેમ્બર, 2021: ભારતના અગ્રણી ફન્ડ હાઉસિસમાં સ્થાન પામતા એક્સિસ એસેટ મેનેજમેન્ટના ગ્રોથ એવન્યુઝ એઆઇએફે રૂ. 1,000 કરોડનું ભંડોળ એકત્ર કરવાનો લક્ષ્ય હાંસલ કર્યું છે. રોકાણકારો અને પાર્ટનર્સ દ્વારા મજબૂત પ્રતિસાદને પગલે પ્રથમ ક્લોઝના માત્ર ત્રણ મહિનામાં જ નિર્ધારિત લક્ષ્ય પૂરું કર્યું છે. Axis AMC’s Growth Avenues AIF achieves final close after hitting target of INR 1000 crore
ફન્ડે ફેમિલી ઓફિસ, એચએનઆઇ અને એનઆરઆઇ પાસેથી ભંડોળ એકત્રીકરણનો લક્ષ્ય હાંસલ કર્યો છે. આ ફન્ડનો હેતુ મજબૂત અને લાંબા ગાળે વૃધ્ધિની સંભાવના ધરાવતી મિડ-ટુ-લેટ સ્ટેજ ઇનોવેટિવ કંપનીઓમાં રોકાણ કરવાનો છે.
એક્સિસ એએમસીના એમડી અને સીઇઓ ચંદ્રેશ નિગમે જણાવ્યું હતું કે, “એક્સિસ ગ્રોથ એવન્યુઝ ફન્ડને મળેલો મજબૂત પ્રતિસાદ ઝડપથી વૃધ્ધિ પામી રહેલા ભારતીય ડિજિટલ અર્થતંત્રમાં લાંબા ગાળાની તકોનું પ્રતિબિંબ છે. ભારતમાં સ્ટાર્ટ-અપ ઇકોસિસ્ટમમાં નોંધપાત્ર વિસ્તરણ થયું છે,
જેમાં ન્યૂ-એજ બિઝનેસનાં રોકાણકારોને સંપત્તિ સર્જનની નોંધપાત્ર તકો મળી રહી છે. જે ઝડપથી અમે ભંડોળ એકત્રીકરણ પૂરું કર્યું તે અમારા રોકાણકારો અને પાર્ટનર્સમાં અમારામાં વિશ્વાસ દર્શાવે છે. અમે અમારી અનોખી રોકાણ ફિલોસોફી દ્વારા આ ક્ષેત્રમાં સંપત્તિ સર્જનની તકોનો લાભ લીધો છે.”
એક્સિસ ગ્રોથ એવન્યુઝ એઆઇએફ સ્કેલેબલ બિઝનેસ મોડલ અને સાનુકુળ રિસ્ક-રિટર્ન પ્રોફાઇલ ધરાવતી ટેકનોલોજી-એનેબલ્ડ કંપનીઓ પર ફોકસ કરશે. ફન્ડ હાઉસ રૂ. 100 કરોડથી રૂ. 150 કરોડ (આશરે)ની ડીલ સાઇઝ સાથે 8-10 કંપનીઓના પોર્ટફોલિયોને લક્ષ્ય બનાવશે. ફન્ડની કુલ મુદત તેના ‘ફાઇનલ ક્લોઝિંગ’ની તારીખથી પાંચ વર્ષ છે. મેક્રો તકોનો લાભ લેવા માટે સજ્જ આ ફન્ડ કેટલાંક વર્ષો બાદ વૃધ્ધિની તકો ધરાવતા સેક્ટર્સ પર ફોકસ કરશે.
એક્સિસ એએમસીના હેડ (પ્રોડક્ટ્સ એન્ડ ઓલ્ટરનેટિવ્ઝ) અશ્વિન પટણીએ જણાવ્યું હતું કે, “ભારતમાં ડિજિટલ પરિવર્તન ચાલુ છે, ત્યારે વધુને વધુ ઇનોવેટિવ બિઝનેસ મોડલ્સ અપનાવવામાં આવી રહ્યા છે અને સફળતાપૂર્વક આગળ વધી રહ્યા છે. નવા ફન્ડ લોંચ,
રોકાણકારોનો વધતો જતો રસ, વૃધ્ધિ પામી રહેલું સેકન્ડરી માર્કેટ અને સૌથી મહત્વનું નવા જમાનાના ટેક બિઝનેસ માટે આઇપીઓનો વિકલ્પ ખુલવાથી અનલિસ્ટેડ ઇકોસિસ્ટમ પુખ્ત બની રહી હોવાનું જણાય છે. એક્સિસ ગ્રોથ એવન્યુઝ ફન્ડ દ્વારા અમે મહત્વાકાંક્ષી સ્થાપકો અને આગામી દાયકામાં મહત્વપૂર્ણ વળતર આપી શકે તેવા સેક્ટર્સમાં રોકાણ કરવા માગીએ છીએ.”