Western Times News

Gujarati News

ઓમિક્રોનના જોખમ વચ્ચે ડૉક્ટર્સે સાવચેતીના પગલાંનો કડક અમલ કરવાનું સૂચન કર્યું

અમદાવાદ, જ્યારે કોરોનાવાયરસના ઓમિક્રોન વેરિઅન્ટ સાથે સંબંધિત જોખમ તોળાઈ રહ્યું છે, ત્યારે ડૉક્ટર્સનો અભિપ્રાય છે કે, અત્યારે સરકારે મહામારીની ત્રીજી લહેર અટકાવવા કોવિડ સાથે સંબંધિત સાવચેતીનાં પગલાં કડકપણે લાગુ કરવા જોઈએ. Amid Omicron threat- doctors suggest strict implementation of precautionary measures against COVID-19

ડિસેમ્બર અને ફેબ્રુઆરી વચ્ચે હજારો લગ્ન હોવાથી અને લગ્નમાં મોટી સંખ્યામાં મહેમાનો આવતા હોવાથી વાયરસ ફેલાઈ શકે છે એટલે સરકારે ઝડપથી પગલાં લેવાની જરૂર છે. At a time when the threat associated with the Omicron variant of coronavirus looms large, doctors are of the view that it is high time for the government to strictly impose COVID-related precautionary measures to prevent a third wave of the pandemic.   A swift move from the government is also required since thousands of marriages take place between December and February and a huge turnout of guests at marriages could result in the spread of the virus.

મહામારીની પ્રથમ અને બીજી લહેર દરમિયાન કોવિડ-19 દર્દીઓની સારવાર કરનાર અપોલો હોસ્પિટલ્સ, અમદાવાદના ક્રિટિકલ કેર સ્પેશિયાલિસ્ટ ડૉ. મહર્ષિ દેસાઈએ કહ્યું હતું કે, “છેલ્લાં થોડા મહિનાઓ દરમિયાન લોકોએ સલામતી સાથે સંબંધિત પગલાં ઘટાડી દીધા છે.

Dr Maharshi Desai, a critical care specialist with Apollo Hospitals, Ahmedabad, who treated COVID-19 patients during the first and the second wave, said, “In the past few months, people have let down their guard and are not wearing masks, maintaining hand hygiene and physical distancing at public places. This reckless attitude can lead to a surge in COVID-19 cases and therefore, the government should strictly ensure the adherence to precautionary measures against the viral infection.”

અને તેઓ માસ્ક પહેરતાં નથી, હાથને સ્વચ્છ જાળવતાં નથી અને જાહેર સ્થાનોમાં ફિઝિકલ અંતર પણ રાખતાં નથી. આ બેદરકારીભર્યા અભિગમથી કોવિડ-19ના કેસોમાં વધારો થઈ શકે છે એટલે સરકારે વાયરલ ઇન્ફેક્શન સામે સાવચેતીના પગલાંને ફરી કડકપણે લાગુ થાય એવી સુનિશ્ચિતતા કરવી જોઈએ.”

ડૉ. દેસાઈએ એવું પણ જણાવ્યું હતું કે, શિયાળો બેસી ગયો હોવાથી અને નાતાલનું વેકેશન આવી રહ્યું હોવાથી લોકો બિનજરૂરી પ્રવાસ ફરી શરૂ કરશે. તેમણે કહ્યું હતું કે, “ઓમિક્રોન વેરિઅન્ટ રસીકરણ થયેલા અને રસીકરણ ન થયેલા એમ બંને લોકો માટે જોખમ હોવાથી લોકોએ બિનજરૂરી પ્રવાસ કરવાનું ટાળવું જોઈએ.”

ઉપરાંત મેડિકલ પ્રેક્ટિશનરે ઉમેર્યું હતું કે, સરકારે એ સુનિશ્ચિત કરવાનો પ્રયાસ કરવો જોઈએ કે, મોટા ભાગના કોવિડ-પોઝિટિવ દર્દીઓના નમૂના જિનોમ સીક્વન્સિંગ માટે એકત્ર કરવા જોઈએ. તેમણે કહ્યું હતું કે, “જિનોમ સીક્વન્સિંગની પ્રાથમિક તબક્કામાં જરૂર પેડ છે, કારણ કે ઓમિક્રોન વેરિઅન્ટના પ્રસારની ઓળખ અને એની ઇન્ફેક્શન કરવાની ક્ષમતાની ઓળખ થવાથી એનો સામનો કરવા ઉચિત નીતિઓ બનાવવામાં મદદરૂપ થશે.”

અપોલો હોસ્પિટલ્સના ચેસ્ટ અને ક્રિટિકલ કેરના કન્સલ્ટન્ટ ડૉ. મનોજ સિંહે સૂચવ્યું હતું કે, કોવિડ-19 રસીના બૂસ્ટર ડોઝની રાહ જોવાને બદલે લોકોએ, ખાસ કરીને વયોવૃદ્ધ, ડાયાબેટિક્સ અને ઇન્ફેક્શનનું જોખમ ધરાવતા લોકોએ ફ્લૂની રસી લેવી જોઈએ, જે તેમને સિઝનલ ફ્લૂ વાયરસના વિવિધ વેરિઅન્ટથી રક્ષણ આપશે. તેમણએ એવું પણ કહ્યું હતું કે, જે લોકોએ કોવિડ-19 રસીનો બીજો ડોઝ લીધો નથી તેમણે તાત્કાલિક લેવો જોઈએ.

ડો. સિંહે ઉમેર્યું હતું કે, “હેલ્થકેર વર્કર્સ તરીકે અમે દર વર્ષે ફ્લૂની રસી લઈએ છીએ, જે અમને સિઝનલ ફ્લૂ સામે રક્ષણ આપે છે એટલે અમે લોકોને સલાહ આપીએ છીએ. લોકોએ કોવિડ-19 સામે સાવચેતીના પગલાં લેવા જોઈએ.”


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.