Western Times News

Gujarati News

જનરલ રાવતને રોલ મોડેલ તરીકે અપનાવવા જોઇએઃ રાષ્ટ્રપતિ

દહેરાદૂન, દહેરાદૂન ખાતે ઈન્ડિયન મિલિટરી એકેડમીની પાસ આઉટ પરેડને રાષ્ટ્‌પતિ રામનાથ કોવિંદે સંબોધન કર્યુ હતુ. રાષ્ટ્રપતિ કોવિંદે પાસ આઉટ થનારા કેડેટસને જનરલ રાવતને રોલ મોડેલ તરીકે અપનાવવા માટે અનુરોધ કરતા કહ્યુ હતુ કે, તેમના નિધનથી જે ક્ષતિ થઈ છે તેને ભરી શકાય તેમ નથી.જાે આ દુર્ઘટના ના થઈ હોત તો જનરલ રાવત પણ અહીંયા આપણી સાથે હોત.

ઉલ્લેખનીય છે કે, જનરલ રાવતે પણ આઈએમએ, દહેરાદૂનમાંથી જ ગ્રેજ્યુએશન કર્યુ હતુ અને તેઓ તે વખતે બેસ્ટ કેડેટ પણ બન્યા હતા. ઈન્ડિયન મિલિટરી એકેડમીમાંથી આજે ૩૧૯ કેડેટસ પાસ આઉટ થઈને સેનામાં સામેલ થયા છે.જેમાં સૌથી વધારે ૪૩ કેડેટસ યુપી, ૪૩ કેડેટસ ઉત્તરાખંડના છે. રાષ્ટ્રપતિએ કહ્યુ હતુ કે, તમારુ શિક્ષણ તમને દરેક પડકારનો સામનો કરવા માટે તૈયાર કરે છે.

આપણો ધ્વજ હંમેશા ઉંચો રહેશે .કારણકે જનરલ રાવત જેવા બહાદુર કેડેટસ અહીંથી પ્રશિક્ષણ મેળવી રહ્યા છે.તેઓ હંમેશા દેશના સન્માનની રક્ષા કરશે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.