Western Times News

Gujarati News

ગોમતીપુરમાં ૩ વર્ષથી પ્રેક્ટીસ કરતો નકલી ડોકટર ઝડપાયો

(પ્રતિનિધિ) અમદાવાદ, શહેરના ગોમતીપુર વિસ્તારમાંથી બાતમીને આધારે એક નકલી ડોકટર પકડાયો છે પોલીસે તેના દવાખાને દરોડો પાડતા રૂા.રપ હજારની દવાઓ પણ જપ્ત કરવામાં આવી છે.

આ અંગેની વિગત એવી છ ેકે ગોમતીપુર પોલીસને એક શખ્શ રાજપુર ગોમતીપુરમાં મહાસુખરામનગરની ચાલીની બાજુમાં પોપટીયાવાડ ખાતે ગેરકાયદેસર રીતે દવાખાનું ચલાવતો હોવાની માહીતી મળી હતી જેને પગલે પોલીસે ટીમ બનાવીને પોપટીયાવાડમાં આવેલા સાહીલ આયુર્વેદ દવાખાનામાં દરોડો પાડ્યો હતો.

જયાંથી ડો.દયાનંદ કમલ કિશોર સાંખલા ઉર્ફે ડો.ડી.કે. સાંખલા (રહે. મન્સુરીની ચાલી, મરીયમ બીબી ચાર રસ્તા પાસે, ગોમતીપુર)ને ઝડપી લીધો હતો. મુળ રાજસ્થાનના નાગોર જીલ્લાના રહેવાસી દયાનંદ પાસે મેડીકલ પ્રેકટીસ કરવા અંગે સરકાર માન્ય ડીગ્રી- સર્ટીફીકેટ માંગવામાં આવતા તેની પાસે કોઈ ડીગ્રી નહી હોવાનું કબુલ્યુ હતું.

ઉપરાંત કલીનીકમાં બેસીને દર્દીઓને તપાસીને પોતે જ એલોપેથીક દવાઓ અને ઈંજેકશનો આપતો હોવાનું જણાવતા ખુદ પોલીસ પણ ચોંકી ગઈ હતી પોલીસે તેના દવાખાનાની તપાસ કરતા તેમાંથી જુદી જુદી દવાઓ મળી આવી હતી ઉપરાંત સેકસ ટોય મળી આવ્યા હતા જેને પગલે પોલીસે તેના વિરુધ્ધ ગેરકાયદેસર મેડીકલ પ્રેકટીસ કરવા ઉપરાંતની કલમો લગાવીને કાર્યવાહી શરૂ કરી છે.

આ અંગે તપાસ અધિકારી પીએસઆઈ ગામીતે કહયું હતું કે પકડાયેલો આરોપી અગાઉ મણીનગર ખાતે આવેલી એક મેડીકલ દુકાનમાં ફાર્માસીસ્ટ તરીકે નોકરી કરતો હતો જયાં દવાઓની જાણકારી મળ્યા બાદ રૂપિયાની લાલચે ડોકટર તરીકે પ્રેકટીસ કરવા લાગ્યો હતો. આરોપી દયાનંદ દરોડાના સ્થળે છેલ્લા ૧ વર્ષથી પ્રેકટીસ કરતો હતો જયારે ગોમતીપુરમાં અલગ અલગ જગ્યાએ ૩ વર્ષથી પ્રેકટીસ કરતો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.