ઓઢવમાં કારનો કાચ તોડી દાગીના ભરેલાં પર્સની ચોરી
(પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદમાં કારના કાચ તોડીને નાગરીકોની કિંમતી વસ્તુઓ ચોરાઈ જવાના બનાવો અવારનવાર સામે આવે છે આવો જ વધુ એક બનાવ ઓઢવ વિસ્તારમાંથી સામે આવ્યો છે જેમાં લગ્નમાં આવેલા દંપતીએ પાંચ લાખના દાગીના ભરેલું પર્સ ગાડીમાં મુકતા અજાણ્યા શખ્શે કારના કાચ તોડી ચોરી કરી હતી.
આ ઘટનાની વિગત એવી છે કે જીગ્નેશભાઈ પટેલ (મહેસાણા) પત્ની તમન્નાબેન તથા અન્ય સગા સાથે સંબંધીના લગ્નમાં શ્રીધર પેરેડાઈઝ ઓઢવ ખાતે આવ્યા હતા.
શુક્રવારે રાત્રે ગરબા હોવાથી તેમણે પોતાની કાર સોસાયટીની બહાર મુકી હતી અને તેમાં પત્નીના રૂપિયા પ લાખના દાગીના ભરેલું પર્સ મુકયુ હતું રાત્રે સાડા દસ વાગ્યે ગરબામાંથી પરત ફરતા કારના કાચ તુટેલા જાેઈ તેમણે તપાસ કરતાં દાગીના ભરેલું પર્સ પણ ગાયબ હતું જેથી ઓઢવ પોલીસ સ્ટેશનમાં ચોરીની ફરીયાદ નોંધાવી હતી.