Western Times News

Gujarati News

સુરત નજીક પાણીથી ભરેલી કેનાલમાં કાર ખાબકી

સુરત, સિલવાસાના એક પરિવારની ગાડી કેનાલમાં ખાબક્યા બાદ પણ તેમાં સવાર ચાર મહિલા અને એક પુરુષનો ચમત્કારિક બચાવ થયો છે. મંગળવારે વહેલી સવારના અંધારામાં બનેલી આ ઘટનામાં ગાડી કેનાલમાં પડ્યા બાદ તેમાં સવાર પાંચેય લોકો બ્રિજ વચ્ચેની એક ફુટ જેટલી જગ્યામાં શ્વાસ લેતા રહ્યા હતા.

ચોંકાવનારી વાત એ છે કે, આ પરિવાર કેનાલમાં ફસાયેલો હતો ત્યારે પાણી પણ ભરપૂર પ્રેશરમાં વહી રહ્યું હતું. બે કલાક સુધી આ પરિવાર કેનાલમાં ફસાયેલો રહ્યા બાદ આખરે સુરત ફાયર બ્રિગેડ અને પોલીસ દ્વારા તેનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. પ્રાપ્ત માહિતી અનુસાર, ફાયર બ્રિગેડે અઝીમ ખાન (ઉ. ૫૦ વર્ષ), સુમાનિયા (ઉં. ૪૨ વર્ષ), આલિયા (ઉં. ૨૧ વર્ષ), ફાહિમા (ઉં. ૧૮ વર્ષ)ને બચાવી લીધા હતા. આ તમામ સિલવાસાના રહેવાસી છે.

અકસ્માતનો ભોગ બનનારો પરિવાર અંકલેશ્વરથી સિલવાસા પરત જઈ રહ્યો હતો. અઝીમભાઈ જૂની કાપોદરા પોલીસ ચોકી નજીક સર્વિસ રોડ પર કાર ચલાવી રહ્યા હતા.

જાેકે, ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા ગાડી સર્વિસ રોડ પરથી કેનાલમાં પડી હતી. કેનાલમાં સોમવારે જ પાણી છોડવાનું શરુ કરાયું હતું. કાર તેમાં ખાબકી તે વખતે પણ પાણી પૂરજાેશથી વહી રહ્યું હોવાથી કાર જાેતજાેતામાં જ તણાવા લાગી હતી. આખરે થોડું તણાયા બાદ ગાડી એક બ્રિજની નીચે જઈને અટકી ગઈ હતી.

શરુઆતમાં તો કારમાં ફસાયેલા લોકો દરવાજાે લોક થઈ જતાં બહાર નહોતા આવી શક્યા. જાેકે, થોડીવારમાં આગળનો કાચ તૂટી ગયો હતો, અને કારમાં પાણી ભરાવવાનું શરુ થઈ જતાં એક-એક કરીને તમામ લોકો બહાર આવી ગયા હતા. જેવા તમામ લોકો બહાર આવ્યા કે ગણતરીની સેકન્ડોમાં જ આખી ગાડી ડૂબી ગઈ હતી.

કેનાલના ૧૫૦ મીટર જેટલો ભાગ બ્રિજ આવેલો છે. જેના એક ખૂણા પર ગાડી ૧૦ મીટર જેટલી અંદર ઘૂસી ગઈ હતી. ગાડીમાંથી બહાર આવી ગયા બાદ તમામ લોકો કારની બોડીના સહારે પાણીના ફોર્સમાં ટકી રહ્યાં હતાં. તેમણે મદદ માટે બૂમો પાડી હતી, પરંતુ સમગ્ર વિસ્તારમાં સન્નાટો હોવાથી કોઈ તેમને મદદ નહોતી મળી શકી. આખરે તેમણે આ અકસ્માત બાદ પણ ચાલતા એકમાત્ર ફોનથી સિલવાસા રહેતા પોતાના સંબંધીને વોટ્‌સએપ મેસેજ કર્યો હતો.

જાેકે, મેસેજનો કોઈ જવાબ નહોતો આવ્યો, બીજી તરફ નોર્મલ કોલિંગ કામ ના કરતું હોવાથી તેમણે વોટ્‌સએપ કોલ કર્યો હતો. ફોન પર વાત થયા બાદ સિલવાસામાં રહેતા વ્યક્તિએ સુરતમાં પોતાના એક પરિચિત પાસે મદદ માગી હતી. આખરે કેનાલ નીચે ફસાયેલા પરિવારના એક પરિચિત તાત્કાલિક કડોદરા પહોંચ્યા હતા, અને નજીકની પોલીસ ચોકીમાં જઈ ઘટના અંગે જાણ કરી હતી.

જેની થોડી વારમાં પોલીસ અને ફાયરબ્રિગેડ ઘટનાસ્થળે આવી ગયા હતા. શરુઆતમાં પોલીસે કેટલાક સ્થાનિક લોકો સાથે મળીને ફસાયેલા લોકોને બહાર કાઢવા પ્રયાસ કર્યો હતો, પરંતુ તેમાં સફળતા ના મળતા ફાયરબ્રિગેડને જાણ કરવામાં આવી હતી. આ દરમિયાન અકસ્માતનો ભોગ બનેલા પરિવારના સંબંધીઓ પણ સિલવાસાથી કડોદરા પહોંચી ગયા હતા. આખરે બે કલાક બાદ કેનાલની નીચેથી પાંચેય લોકોને સલામત બહાર કાઢવામાં આવ્યા હતા.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.