Western Times News

Gujarati News

ક્લાઈમેન્ટ ચેન્જ અંગેના મુકાયેલા પ્રસ્તાવના વિરૂધ્ધમાં ભારતનું મતદાન

નવી દિલ્હી, સંયુક્ત રાષ્ટ્રની સુરક્ષા પરિષદમાં ભારતે ક્લાઈમેટ ચેન્જ અંગે મુકવામાં આવેલા એક પ્રસ્તાવની વિરુધ્ધમાં મતદાન કર્યુ છે.આ પ્રસ્તાવમાં ક્લાઇમેટ ચેન્જને વૈશ્વિક સુરક્ષા સામે સર્જાયેલા પડકારો સાથે સાંકળવાની વાત હતી. જાેકે રશિયાએ તેની સામે પોતાનો વીટો પાવર વાપર્યો હતો.

જ્યારે ચીન તેના પર થયેલા મતદાનમાં ગેરહાજર રહ્યુ હતુ.જ્યારે ભારતે તેની વિરુધ્ધમાં મતદાન કર્યુ હતુ.અમેરિકા, ફ્રાંસ અને બ્રિટને પ્રસ્તાવની તરફેણમાં વોટિંગ કર્યુ હતુ. ભારતે પ્રસ્તાવનો વિરોધ કરીને સ્કોટલેન્ડમાં તાજેતરમાં યોજાયેલા એક સંમેલનનો ઉલ્લેખ કરીને કહ્યુ હતુ કે, સંમેલનમાં વિકાસશીલ દેશોના હિતોને ધ્યાનમાં રાખવાનુ નક્કી કરાયુ હતુ પણ આ પ્રસ્તાવમાં તો તેનો ઉલ્લેખ જ નથી અને આ પ્રસ્તાવની જરુર પણ નથી અને તે સ્વીકાર્ય પણ નથી.

ભારતે સવાલ કર્યો હતો કે, આ પ્રસ્તાવથી આપણે એવુ તો શું મેળવી લઈશું જે યુએન ફ્રેમવર્ક કન્વેન્શન ઓન ક્લાઈમેટ ચેન્જની પ્રક્રિયાથી નથી મેળવી શકવાના ? યુએન ફ્રેમવર્ક કન્વેન્શન ઓન ક્લાઈમેટ ચેન્જના ભાગરુપે દર વર્ષે ૧૯૦ દેશો બે સપ્તાહની કોન્ફરન્સ કરતા હોય છે.

ભારતે વધુમાં કહ્યુ હતુ કે, ક્લાઈમેટ ચેન્જના મુદ્દે ભારત કટિબધ્ધ છે પણ આ વિષયની ચર્ચા માટે સુરક્ષા પરિષદ યોગ્ય જગ્યા નથી.આ પ્રસ્તાવ દુનિયાનુ ધ્યાન ભટકાવવા માટે મુકવામાં આવ્યો છે.વક્રતા એ છે કે, સ્થાયી સમિતિના મોટાભાગના સભ્યો ક્લાઈમેટ ચેન્જ માટે મુખ્ય રીતે જવાબદાર છે.

જાે સુરક્ષા પરિષદના અધિકાર હેઠળ ક્લાઈમેટ ચેન્જને લાવવામાં આવશે તો કેટલાક દેશોને ક્લાઈમેટ ચેન્જ અંગે મનફાવે તેવા ર્નિણય લેવા માટે આઝાદી મળી જશે અને યુએન ફ્રેમવર્ક કન્વેન્શન ઓન ક્લાઈમેટ ચેન્જ હેઠળ થતી કાર્યવાહી નબળી પડી જશે.વિકસિત દેશોને મન ફાવે તેવા ર્નિણયો લેવા માટે આઝાદી મળી જશે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.