કીકો ઇન્ડિયાએ ગ્રાહકોને ખરીદીનો બેજોડ અનુભવ ઓફર કરવા ઇ-કોમર્સ વેબસાઇટ લોંચ કરી
www.chicco.in-કીકોના પ્રેમીઓ માટે કોઇપણ સમય અને સ્થળ માટે વન સ્ટોપ સોલ્યુશન
બેબી કેર ઉદ્યોગમાં પ્રીમિયમ બ્રાન્ડ કીકોએ ભારતમાં કોઇપણ સ્થળે અને સમયે દરેક ગ્રાહકો માટે કીકો પ્રોડક્ટ્સ ઉપલબ્ધ કરાવવા માટે તેની ઇ-કોમર્સ વેબસાઇટ www.chicco.inલોંચ કરી છે. માતા-પિતા અને ભાવિ માતા-પિતાની જરૂરિયાતોને સમજીને પ્રોડક્ટ્સ વિકસાવવા ઉપર બ્રાન્ડની વિચારધારા આધારિત છે અને બ્રાન્ડ 60થી વધુ વર્ષથી 120થી વધુ દેશોમાં કાર્યરત છે.
આજના માતા-પિતા તેમના નવજાત શિશુ માટે બેસ્ટ ઇચ્છે છે, પરંતુ તેઓ હાલની સ્થિતિમાં તેમના બાળક સાથે બહાર નીકળવા માગતા નથી ત્યારે કીકોની નવી વેબસાઇટ માતા-પિતાને તેમની જરૂરિયાતની પ્રોડક્ટ્સ સરળતાથી મળી રહે તે પ્રકારે ખાસ ડિઝાઇન કરવામાં આવી છે.
કીકોની નવી વેબસાઇટ તેની વિવિધ કેટેગરી જેમકે ફેશન, ટ્રાવેલ (સ્ટ્રોલર, હાઇ ચેર્સ, કાર સીટ્સ), ટોઇઝ, કોસ્મેટિક્સ અને નર્સિંગ વગેરેની એક્સક્લુઝિવ પ્રોડક્ટ્સની વિશાળ શ્રેણી એક જ જગ્યાએ ઓફર કરે છે. એક્સક્લુઝિવ પ્રોડક્ટ્સ ઉપરાંત ગ્રાહકો અહીં ખાસ ઓફર્સ પણ મેળવશે. વધુમાં કીકો વેબસાઇટ ઉપર ખરીદી કરતાં પહેલાં અમુકગ્રાહકો ફ્રી વેલકમ કીટ પ્રાપ્ત કરશે.
આર્ટસાના ઇન્ડિયા (કીકો)ના સીઇઓ રાજેશ વોહરાએ જણાવ્યું હતું કે, “હંમેશાની માફક અમે દરેક માતા-પિતાની પેરેન્ટિંગની બેજોડ જર્નીમાં ભાગીદાર બનવા ઇનોવેટિવ ઓફરિંગ્સ ડિઝાઇન કરતા ગર્વ અનુભવીએ છીએ. નવી વેબસાઇટ દરેક કીકો પ્રેમી માટે અદ્ભુત અનુભવ બની રહેશે કારણકે તેઓ હવે ઘરેથી જ તેમની અનુકૂળતા મૂજબ તમામ કીકો પ્રોડક્ટ્સને ખરીદવા માટે સક્ષમ બન્યાં છે.”
ઓનલાઇન શોપિંગના ઉચ્ચ ધોરણો, સરળ ડિલિવરી અને સલામતીને પહોંચી વળવા માટે કીકોએ સરળ ઇ-કોમર્સ અનુભવ માટે વિશ્વના અગ્રણી પ્લેટફોર્મ સેલ્સફોર્સ, જાણીતા ઇન્વેન્ટરી ઓપ્ટિમાઇઝેશન સોલ્યુશન ઇનક્રેફ અને પ્રોડક્ટ્સના સમસ્યામુક્ત ટ્રાન્સમીશન માટે ટોચના લોજીસ્ટિક્સ સોફ્ટવેર શિપરોકેટ જેવાં નિષ્ણાંતો સાથે જોડાણ કર્યું છે. આ ભાગીદારો સાથે બ્રાન્ડ તેના મૂલ્યવાન ગ્રાહકો માટે ઉત્તમ ડિજિટલ એક્સપિરિયન્સ તૈયાર કરવાનો ઉદ્દેશ્ય રાખે છે.
સેલ્સફોર્સ ઇન્ડિયાના સેલ્સ એન્ડ ડિસ્ટ્રિબ્યુશન – એસવીપી અને એમડી અરૂણ કુમાર પરમેશ્વરમે જણાવ્યું હતું કે, “અમને ખુશી છે કે કીકોએ કનેક્ટેડ અને ડિજિટલ કસ્ટમર જર્ની ડિલિવર કરવા માટે સેલ્સફોર્સને પસંદ કર્યું છે. અમારા કોમર્સ ક્લાઉડ પ્લેટફોર્મ દ્વારા કીકો એક જ સ્રોત સાથે ઓટોમેશન સાથે ડેટા, એઆઇની મદદથી ગ્રાહક અનુભવમાં વધારો કરી શકશે.”
શિપરોકેટના સહ-સંસ્થાપક અને સીઇઓ સાહિલ ગોયલે જણાવ્યું હતું કે, “અમે કીકો જેવી ઉચ્ચ-ગુણવત્તાયુક્ત બ્રાન્ડ સાથે તેમની કામગીરીના આગામી ડી2સી સેલિંગ તબક્કા માટે કામ કરતાં ઉત્સાહિત છીએ. કીકોની પ્રોડક્ટ્સ તેની ઉત્તમ ડિઝાઇન અને ગુણવત્તા માટે માર્કેટમાં ખૂબજ પ્રચલિત છે. શિપરોકેટની શરૂઆતથી જ અમે ગ્રાહકોને બેજોડ અનુભવ ડિલિવર કરવા માટે કટીબદ્ધ રહ્યાં છીએ અમે સમાન અનુભવ કીકોના ગ્રાહકોને પણ પ્રદાન કરીશું.”
ઇન્ક્રેફના સહ-સંસ્થાપક અને સીઇઓ રાહુલ જૈને જણાવ્યું હતું કે, “અગ્રણી આંતરરાષ્ટ્રીય બ્રાન્ડ પૈકીની એક સાથે જોડાવું અમે સારું અનુભવીએ છીએ. અમે સરળ ઇન્વેન્ટરી મેનેજમેન્ટ અને ઝડપી ઓર્ડર પૂર્ણ કરવા માટે સારો વેરહાઉસિંગ એક્સપિરિયન્સ પેદા કરવા માટે સજ્જ છીએ. ઓટોમેટેડ વેરહાઉસિંગ પ્રક્રિયાથી કીકો સપ્લાય ચેઇન કામગીરીમાં બેજોડ કાર્યક્ષમતા મેળવી શકશે તથા તેના ઇ-કોમર્સ પ્લેટફોર્મને આગળ વધારી શકશે.”