Western Times News

Gujarati News

હેલિકોપ્ટર ક્રેશમાં બચી ગયેલા ગ્રુપ કેપ્ટન વરુણ સિંહનું પણ નિધન

બેંગ્લોર, તામિલનાડુના કુન્નુરના જંગલમાં 8 ડિસેમ્બરને બુધવારે બપોરે 12:15 વાગ્યે સેનાનું MI-17V5 હેલિકોપ્ટર ક્રેશ થયું હતું, જેમાં સવાર 14 લોકોમાંથી એકમાત્ર જીવિત બચનાર ગ્રુપ કેપ્ટન વરુણ સિંહનું આજે નિધન થયું છે. ઈન્ડિયન એરફોર્સે આ માહિતી આપી છે.

આ હેલિકોપ્ટરમાં 14 લોકો સવાર હતા. આ દુર્ઘટનામાં દેશના પહેલા ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (CDS) બિપિન રાવત, તેમનાં પત્ની સહિત 13 લોકોનાં મોત થયાં હતાં.

આ દુર્ઘટનામાં ગ્રુપ કેપ્ટન વરુણ સિંહ ગંભીર રીતે ઘાયલ થયા હતા. તેમને પહેલા આર્મીની હોસ્પિટલ અને બાદમાં બેંગ્લોર વધુ સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. છેલ્લા 7 દિવસથી તેમની સારવાર ચાલી રહી હતી. આજે સારવાર દરમિયાન તેમણે પણ અંતિમશ્વાસ લીધા હતા. આમ આ દુર્ઘટનામાં હેલિકોપ્ટરમાં સવાર તમામ 14 લોકોના મોત થયા છે.

આ હેલિકોપ્ટર સુલુર એરબેઝથી વેલિંગ્ટન જઈ રહ્યું હતું. 8 ડિસેમ્બરના રોજ સવારે 11.48 વાગ્યે હેલિકોપ્ટરે ઉડાન ભરી હતી. બપોરે 12.08 વાગ્યે હેલિકોપ્ટરનો નીલગિરિના પહાડો પર વાયુસેના સાથેનો સંપર્ક તૂટી ગયો હતો. ત્યાર બાદ એ કુન્નુરના જંગલમાં ક્રેશ થઈ ગયું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.