હેડ ક્લાર્કની પરીક્ષાના પેપર લીક કરનાર સામે પગલાં ભરવા “આપ”ની માંગ
ખેડા જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા કલેકટરને આવેદનપત્ર અપાયું
(પ્રતિનિધિ) નડિયાદ, ખેડા જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા આજે જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપી હેડ કલાર્ક ની પરીક્ષામાં પેપર લીક કરનાર વ્યક્તિઓ સામે વહેલી તકે પગલાં ભરી કાર્યવાહી કરવા માંગ કરી છે
ખેડા જિલ્લામાં આમ આદમી પાર્ટીના પ્રમુખ કમલેશભાઈ વાઘેલા સહિતના કાર્યકરોએ જિલ્લા કલેકટરને આપેલા આવેદનપત્રમાં જણાવ્યું છે કે ગુજરાત સરકારમાં ખાલી પડેલી વિવિધ જગ્યા માટે સમયાંતરે પરીક્ષાઓ લઇને વિવિધ ભરતી શાય છે.
ત્યારે આ પરીક્ષા પારદર્શક થાય તે ખૂબ જરૂરી છે તાજેત૨માં તા ૧૨/૧૨/૨૧ ના રોજ લેવાયેલી હેડ કલાર્ક ની પરીક્ષા નું પેપર અગાઉ ની પરીક્ષા ની જેમ લીક થયું છે હિમતનગરના ફાર્મ હાઉસ થી લઇ ગુજરાતના વિવિધ -શહેરમાં પરીક્ષા અગાઉ બે કલાક પહેલા પેપર લીક થયું છે
આવી રીતે લીક થતા પેપર ના કારણે હોશિયાર વિદ્યાર્થીઓને અન્યાય થાય છે સ્પર્ધાત્મક પરિક્ષા ની અંદર થતા આવા પેપર લીક પાછળ જવાબદાર વ્યક્તિઓ સામે વેલી તકે કાર્યવાહી કરવા માંગ કરવામાં આવી છે
આવેદનપત્રમાં વધુમાં જણાવે છે કે સરકાર આ પેપર લીક થયાની ઘટનાને ગંભીરતાથી નહિ લે અને જવાબદાર સામે પગલાં નહીં ભરે તો વિદ્યાર્થીઓને નાછૂટકે લડવા માટે રોડ પર ઉતરવું પડશે જેથી વિદ્યાર્થીઓ ની લાગણી અને માગણીને ધ્યાનમાં રાખી વહેલી તકે આવા લોકો સામે પગલાં ભરાય તેવી અમારી માંગ છે