હાર્ડ ડ્રાઈવ ફેંકી દેતાં ૩૪૦૦ કરોડના બિટકોઈનનું નુકશાન
વોશિંગ્ટન, એક આઈટી વર્કરને પોતાની હાર્ડ ડ્રાઈવ ખોવાઈ જવાથી જે નુકસાન થયુ છે તે કદાચ કોઈની કલ્પનામાં પણ ના આવે તેવુ છે.
અમે્રિકાના આઈટી એન્જિનિયર જેમ્સ હોવેલ્સે ભૂલથી પોતાનુ હાર્ડ ડ્રાઈવ કચરામાં ફેંકી દીધુ હતુ.જેમાં ક્રિપ્ટો કરન્સી બિટ કોઈન સ્ટોર કરાયેલા હતા.આજે આ બિટ કોઈનની કિંમત ૩૪૦૦ કરોડ રુપિયા થવા જાય છે.
જેમ્સે હાર્ડ ડ્રાઈવ શોધવા માટે અમેરિકન સ્પેસ એજન્સી નાસાની પણ મદદ લીધી છે.જેમ્સની મુસિબતો જાેકે ઓછી થઈ રહી નથી.સૌથી મોટો પડકાર કચરાના ઢગલામાં હાર્ડ ડ્રાઈવ શોધવાનો છે.જે માટે ન્યૂપોર્ટ શહેરનુ તંત્ર મંજૂરી આપી રહ્યુ નથી.જેમ્સે જાે હાર્ડ ડ્રાઈવ મળે તો બિટ કોઈનના મુલ્યના ૨૫ ટકા શહેરના કોવિડ ફંડમાં આપવા માટે પણ અપીલ કરી છે.
જાેકે અધિકારીઓ સાંભળવા માટે તૈયાર નથી તેવુ જેમ્સનુ કહેવુ છે.જેમ્સે એક કંપનીની મદદ પણ લીધી છે.ડેટા રિકવરી ફર્મે ૨૦૦૩માં પૃથ્વી પર પડેલા અંતરિક્ષ યાન કોલંબિયામાંથી બળી ગયેલી અને બરબાદ થયેલી હાર્ડ ડ્રાઈવમાંથી ડેટા રિકવર કરવામાં સફળતા મેળવી હતી.
આ ફર્મનુ માનવુ છે કે, જાે કચરામાં ફેંકી દેવાયેલી હાર્ડ ડ્રાઈવ તુટી નહીં હોય તો ડેટા રિકવરીના ૮૦ થી ૯૦ ટકા ચાન્સ છે અને બિટ કોઈન પાછા મેળવી શકાશે.SSS