Western Times News

Gujarati News

ભારતીય મૂળના ૬૬ લોકો આતંકી સંગઠન ISમાં સામેલ

વોશિંગ્ટન, આતંકી સંગઠન ઈસ્લામિક સ્ટેટમાં ભારતીય મૂળના ૬૬ લોકો સામેલ હોવાનો ઘટસ્ફોટ અમેરિકાના એક રિપોર્ટમાં કરવામાં આવ્યો છે.
અમેરિકાના વિદેશ મંત્રાલયના આ રિપોર્ટને જાહેર કરતા વિદેશ મંત્રી એન્ટની બ્લિન્કને કહ્યુ હતુ કે, ભારત દ્વારા યુનાઈટેડ નેશન્સની સિક્યુરિટી કાઉન્સિલ દ્વારા હવાઈ મુસાફરી સુરક્ષિત બનાવવા માટે એરપોર્ટ પર ડ્યુઅલ એક્સરે સિસ્ટમ માટે જે પ્રસ્તાવ મુકાયો છે તેમાં સહયોગ કરી રહ્યુ છે.

અમેરિકાના રિપોર્ટમાં કહેવાયુ છે કે, ભારતીય મૂળના ૬૬ લોકો ઈસ્લામિક સ્ટેટમાં જાેડાયા છે.આ પૈકી કોઈ આતંકી ૨૦૨૦ દરમિયાન ભારત પાછુ ફર્યુ નથી.અમેરિકા અ્‌ને ભારત વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારી ચાલુ રહેશે.

આ રિપોર્ટમાં ભારતની એન્ટી ટેરરિસ્ટ એજન્સીઓ દ્વારા આતંકી સંગઠનોની ઓળખ કરવા માટે જે ભૂમિકા ભજવવામાં આવી છે તેના પણ વખાણ કરવામાં આવ્યા છે.તેમાં કહેવાયુ છે કે, નેશનલ ઈન્વેસ્ટિગેટિવ એજન્સીએ ઈસ્લામિક સ્ટેટ સાથે જાેડાયેલા ૩૪ મામલાની તપાસ કરીને ૧૬૦ લોકોની ધરપકડ કરી છે અને તેમાં કેરલ અને પશ્ચિમ બંગાળમાંથી અલકાયદા સાથે જાેડાયેલા ૧૦ લોકોનો પણ સમાવેશ થાય છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.