જૂનાગઢઃ સિંહણના મૃતદેહમાંથી નખ કાઢનારા ત્રણ શખ્સોની ધરપકડ
જૂનાગઢ, જૂનાગઢના વિસાવદર તાલુકાના વેકરીયા નજીક સિંહણના મૃતદેહમાંથી નખ કાઢનારા ત્રણ શખ્સોની ધરપકડ કરવામાં આવી છે..આરોપીઓના બે દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા હતા..તાઉતે વાવાઝોડા સમયે વેકરીયા નજીક ડેમમાં એક સિંહણ અને એક કાળીયારનો મૃતદેહ મળી આવ્યો હતો.
જાે કે સિંહણના મૃતદેહમાંથી પંજા અને નખ ન હતા..જ્યારે કાળિયારના શરીરમાંથી માંસ કાઢી લેવામાં આવ્યું હતું.. આ અંગે વનવિભાગે સાત મહિના બાદ વેકરીયાના ત્રણ શખ્સોની ધરપકડ કરી છે. સિંહણના મૃતદેહમાંથી આગળના બંને પંજા અને પાછળનો જમણો પંજાે કપાયેલો જાેવા મળ્યો..જયારે આગળના જમણા પગનો એક અને પાછળના ડાબા પગના ચાર એમ કુલ પાંચ નખ જાેવા મળ્યા હતા.
જ્યારે ૧૩ નખ ગુમ થયા હતા.જ્યારે કાળિયારના પેટના ભાગેથી માંસ કાઢેલું હોવાનું જાેવા મળ્યું હતુ..પેનલ ડોક્ટર દ્વારા મૃતદેહનું પીએમ કરવામાં આવ્યું હતુ. સમગ્ર મામલે ૨૦ મેના રોજ વિસાવદર રેન્જમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.HS